બનાસકાંઠા જિલ્લામાં તમાકુનું ઉત્પાદન વધ્યું, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

તમાકુ હાનિકારક છે. આ ચેતવણી તમાકુનું સેવન કરતાં હોય તેના માટે હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે તમાકુ હાનિકારક નહીં પરંતુ આર્થિક ફાયદાકારક છે.

બનાસકાંઠા જિલ્લામાં તમાકુનું ઉત્પાદન વધ્યું, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

અલકેશ રાવ, બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ વાવેતરમાં બટાટા બાદ તમાકુનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. આ વર્ષે તમાકુનું ઉત્પાદન વધવાની સાથે-સાથે ભાવો સારા મળતા શરીર માટે હાનિકારક તમાકુ ખેડૂતોને આર્થિક રીતે ફાયદાકારક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

તમાકુ હાનિકારક છે. આ ચેતવણી તમાકુનું સેવન કરતાં હોય તેના માટે હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે તમાકુ હાનિકારક નહીં પરંતુ આર્થિક ફાયદાકારક છે. બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ વાવેતર તરીકે બટાટા બાદ સહુથી વધુ વાવેતર ખેડૂતો તમાકુનું વાવેતર કરતાં હોય છે. આ વર્ષની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં તમાકુનું વાવેતર ઓછું થયું હતું. ઓછા વાવેતર બાદ પણ ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે. અને ભાવો પણ ગત વર્ષની સરખામણીએ સારા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. 

બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટમાં ગત વર્ષે સાત લાખ બોરી તમાકુની આવક નોંધાઈ હતી. જ્યારે આ વર્ષની વાત કરવામાં આવે તો તમાકુની આવક શરૂ થયાના પ્રથમ દિવસે જ 60 હજાર બોરીની આવક નોંધાઈ છે. એટ્લે કે કહી શકાય કે આ વર્ષે ડીસામાં તમાકુની આવક પણ ગત વર્ષની સરખામણી વધારે થશે તેવો અંદાજ જોવા મળી રહ્યો છે. તમાકુ સ્વાસ્થય માટે હાનિકારક છે અને તમાકુનો વપરાશ નશીલા પદાર્થો બનાવવા માટે થતો હોવાની લોકોમાં માન્યતા છે. પરંતુ તમાકુનો મોટાભાગનો ઉપયોગ દવાઓ બનાવવા અને જંતુનાશક દવા બનાવવા થતો હોવાનું બજાર સમિતિના સેક્રેટરી જણાવી રહ્યા છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં તમાકુનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાના લીધે તમાકુની માંગમાં વધારો જોવા મળતો હોય છે.

આ વર્ષે તમાકુનું બનાસકાંઠા જિલ્લામાં ઉત્પાદન દર વર્ષ કરતાં ઓછું થયું હતું. પરંતુ સારા હવામાનને પગલે તમાકુનું ઉત્પાદન વધારે નોંધાયું છે. તો બીજી તરફ તમાકુના ભાવો પણ સારા મળી રહ્યા છે. જોકે પહેલા મોટાભાગના ખેડૂતો પોતાનું તમાકુ વેચવા ઉનાવા માર્કેટયાર્ડમાં જતા હતા. જેથી તેમનો ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ વધી જતો હતો. જોકે આ વર્ષે ડીસા માર્કેટયાર્ડમાં તમાકુના મણે 1300 થી 1900 રૂપિયા જેટલા સારા ભાવ મળતાં હોવાથી તમાકુની ખેતી કરતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

લોકોના સ્વાસ્થને ગંભીર નુકશાન પહોંચાડતું તમાકુ અત્યારે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો મોટો આર્થિક ફાયદો આપી રહ્યો છે. એટ્લે કે કહી શકાય કે હાનિકારક તમાકુ અત્યારે ખેડૂતોને આર્થિક બુસ્ટર ડોઝ આપી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news