બેકગ્રાઉન્ડ ડાન્સરથી બોલીવુડના ધોની બનવા સુધી, આવુ હતું સુશાંત સિંહનું કરિયર

સુશાંત સિંહ રાજપૂતને સૌથી વધુ લોકપ્રિયતા મળી વર્ષ 2016માં રિલીઝ થયેલી બાયોપિક ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીથી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની બાયોપિક ફિલ્મમાં કામ કરવા બદલ સુશાંતને ખુબ પ્રશંસા મળી હતી.
 

 બેકગ્રાઉન્ડ ડાન્સરથી બોલીવુડના ધોની બનવા સુધી, આવુ હતું સુશાંત સિંહનું કરિયર

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (sushant singh rajput)એ મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના સામે આવ્યા બાદ બોલીવુડ અને ટીવી જગત શોકમાં છે.  સુશાંત સિંહ રાજપૂતે પોતાના કરિયરની શરૂઆત નાના પડદાથી કરી અને પછી મોટા પડદા પર તેણે મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક ફિલ્મ એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીથી ધૂમ મચાવી હતી. ચાલો તમને જણાવીએ સુશાંત સિંહ રાજપૂતના કરિયરની કહાની. 

નાના પડદા પર આવું રહ્યું કરિયર
સુશાંતે ટીવીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી પરંતુ ઓછા લોકો જાણે છે કે તેણે બેકગ્રાઉન્ડ ડાન્સર બનીને કામ કર્યું હતું. પોતાના કરિયરની શરૂઆત 2008માં સ્ટાર પ્લસના શો દેશ મૈં હૈ મેરા દિલ સે થી કરી હતી. ત્યારબાદ 2010માં સુશાંત રિયાલિટી ટીવી શો ઝલક દિખલા જાની ચોથી સીઝનમાં જોવા મળ્યો હતો. નાના પડદા પર સુશાંતને સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી એકતા કપૂરના શો પવિત્ર રિશ્તાથી. 

તારાઓ સાથે વાત કરતો હતો સુશાંત, મોત બાદ અધુરા રહી ગયા સપના, શેર કર્યું હતું લિસ્ટ

મોટા પડદા પર આવી રહી સફર
સુશાંત સિંહ રાજપૂતે મોટા પડદા પર શરૂઆત ફિલ્મ વર્ષ 2013માં રિલીઝ થયેલી કાઈ પો ચેથી કરી હતી. આજ વર્ષે તે ફિલ્મ શુદ્ધ દેસી રોમાન્સમાં પણ જોવા મળ્યો હતો. વર્ષ 2014માં સુશાંતે આમિર ખાન સ્ટારર ફિલ્મ પીકેમાં અનુષ્કાના લવરની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2015માં રિલીઝ થઈ હતી સુશાંતની ફિલ્મ ડિટેક્ટિવ બ્યોમકેશ બખ્શી. 

સુશાંત સિંહ રાજપૂતને સૌથી વધુ લોકપ્રિયતા મળી વર્ષ 2016માં રિલીઝ થયેલી બાયોપિક ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીથી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની બાયોપિક ફિલ્મમાં કામ કરવા બદલ સુશાંતને ખુબ પ્રશંસા મળી હતી. ત્યારબાદ સુશાંતે રાબ્તા, વેલકમ ટુ ન્યૂયોર્ક, કેદારનાથ, ચોનચિડિયા અને છિછોરે જેવી ફિલ્મો કરી હતી. 

થોડા મહિના પહેલા સુશાંત સિંહની ફિલ્મ ડ્રાઇવ રિલીઝ થઈ જેને ખુબ રિસ્પોન્સ ન મળ્યો અને તેની ફિલ્મ દિલ બેચારા રિલીઝ થવાની બાકી છે. સુશાંતના કરિયરનો ગ્રાફ ખરાબ નહતો અને તેને અત્યાર સુધીના કરિયરમાં ઘણા એવોર્ડ મળી ચુક્યા હતા. તે ઇન્ડિયન ટેલીવિઝન એકેડમી એવોર્ડસ, બિગ સ્ટાર એન્ટરટેઇનમેન્ટ એવોર્ડ, કલાકાર ેવોર્ડ અને સ્ક્રીન એવોર્ડ જીતી ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news