ખુલી ગયું આકાશમાં દેખાયેલાં અગનગોળાનું રહસ્ય! ચંદ્રપુરથી મળી આવી મોટી 'દૈત્ય' લોખંડની રિંગ, જુઓ તસવીર
વૈજ્ઞાનિકોના દાવો અનુસાર આ ચીનનું એક રોકેટ હતું. જેનું નામ ચેન્ગ ઝેંગ 3 બી હતું. જેનો સીરિયલ નંબર Y77 હતો. અને તે ફેબ્રુઆરી 2021 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી ગયું હોય તેવી શક્યતા છે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં શનિવારે સાંજે 8 વાગ્યાની આસપાસ એક ચમકદાર અગન ગોળા જેવું વસ્તુ ઘરતી પર આવી રહ્યું હોય તેવું જણાતા ખળભળાટ મચ્યો હતો. અટકળો પ્રમાણે તેજસ્વી અગનગોળો આકાશમાંથી પૃથ્વી તરફ ઝડપથી આવી રહ્યો હતો. આ દ્રશ્ય જોઇને ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં ડર, શ્રદ્ધા અને કુતુહલ મિશ્રિત લાગણીઓ જોવા મળી હતી. જો કે આખરે આ વસ્તું શું હતું તે સ્પષ્ટ થઇ ચુક્યું નથી.
વૈજ્ઞાનિકોના દાવો અનુસાર આ ચીનનું એક રોકેટ હતું. જેનું નામ ચેન્ગ ઝેંગ 3 બી હતું. જેનો સીરિયલ નંબર Y77 હતો. અને તે ફેબ્રુઆરી 2021 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી ગયું હોય તેવી શક્યતા છે. અમેરિકન વૈજ્ઞાનિક જોનાથન મેક ડોવેલ દ્વારા આ દાવો કરવામાં આવ્યો હતો. જો કે હજી સુધી આ અંગે ચીન દ્વારા કોઇ અધિકારીક ટ્વીટ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત અન્ય કોઇ અધિકારીક સંસ્થા દ્વારા પણ આ અંગે કોઇ સ્વિકાર કરવામાં આવ્યો નથી.
This 3-meter-diameter ring is consistent with being part of the CZ-3B third stage tankage. It was found in Sindewahi (79.6E 20.3N) in eastern Maharashtra. (thanks @DrSachinW for forwarding the image) pic.twitter.com/hppY21nw1v
— Jonathan McDowell (@planet4589) April 3, 2022
આ દરમિયાન જમીન પર પડેલી વસ્તુ રિંગ જેવી લાગે છે. એક માહિતી અનુસાર, આ કોઈ ઉલ્કા નથી પરંતુ એક સેટેલાઇટનો ટુકડો છે, જે ક્રેશ થઈને જમીન પર પડ્યો હતો. જોકે આ વાતની પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ આ મામલે તપાસ ચાલી રહી છે. લાડબોરી ગામમાંથી બહાર આવેલી તસવીરોમાં લોખંડની મોટી રિંગ નજરે પડે છે.
I believe this is the reentry of a Chinese rocket stage, the third stage of the Chang Zheng 3B serial number Y77 which was launched in Feb 2021 - it was expected to reenter in the next hour or so and the track is a good match pic.twitter.com/BetxCknAiK
— Jonathan McDowell (@planet4589) April 2, 2022
ગ્રામજનોનું કહેવું છે કે તેમને અચાનક એક ભયાનક અવાજ સંભળાયો અને જ્યારે તેઓ ડરના કારણે ઘરોમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે આકાશમાં આગનો ગોળો જોયો. જ્યારે આગનો આ ગોળો જમીન પર પડ્યો ત્યારે તે ખૂબ જ ગરમ હતો. તમને જણાવી દઈએ કે જ્યારે આ રિંગ આકાશમાં દેખાઈ ત્યારે તે આગની જેમ ચમકી રહી હતી. એટલા માટે ઘણા લોકો તેને ઉલ્કા પિંડ સમજતા હતા.
આ અદ્ભુત નજારાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો રોમાંચિત થઈ ગયા. વીડિયો જોયા પછી ઘણા લોકોનો રસ વધી ગયો કે એવી કઈ વસ્તુ છે જે આકાશમાં આટલી અદભુત રીતે ચમકી રહી છે. આકાશમાં ચમકતી આ વસ્તુને જમીન પર પડતી રિંગ કહેવામાં આવી રહી છે.
Today 🇨🇳Chinese Chang Zheng 3B rocket's 3rd Stage reentered over 🇮🇳India and people are claiming this to be the part of the rocket.
Can our Chinese peeps identify this? @TheElegant055 @SnowLotusFlame @SegerYu @Cosmic_Penguin
It feels like an interstage/decoupler part to me pic.twitter.com/Vzuhz6lYa5
— RocketGyan (@rocketgyan) April 2, 2022
કાટમાળ પણ મળ્યોઃ
એક ટ્વીટર યુઝર્સે ટ્વીટ પણ કર્યું છે કે, આ રોકેટનો વધેલો કાટમાળ ધરતી સુધી પહોંચ્યો અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડ્યો હતો. તેમણે આ કાટમાળના ફોટો પણ શેર કર્યા હતા. આ ફોટોના જવાબમાં એક યુઝરે કાટમાળમાં રહેલી રીંગને ચાઈનીઝ રોકેટની સાઈઝ મુજબ હોવાનું જણાવ્યું હતું. આ રીંગનું માપ અંદાજે 3 મીટર હોવાનું પણ જણાવાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે