મફતવાળી યોજનાઓ બંધ થઈ જશે? રાજ્યોની સ્થિતિ કથળી રહી છે, PM મોદીને અપાયું આ મોટું અપડેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં કેટલાક અધિકારીઓએ અનેક રાજ્યો તરફથી જાહેર લોભામણી યોજનાઓ પર ચિંતા જતાવી.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં કેટલાક અધિકારીઓએ અનેક રાજ્યો તરફથી જાહેર લોભામણી યોજનાઓ પર ચિંતા જતાવી અને દાવો કર્યો કે આર્થિક રીતે તે વ્યવહારું નથી જે તેમને શ્રીલંકાના રસ્તે લઈ જઈ શકે છે.
પીએમ મોદી સાથે 4 કલાક સુધી ચાલી બેઠક
પીએમ મોદીએ શનિવારે 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત પોતાના નિવાસ સ્થાને તમામ વિભાગોના સચિવો સાથે ચાર કલાક લાંબી બેઠક યોજી. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ પી કે મિશ્રા તથા કેબિનેટ સચિવ રાજીવ ગૌબા ઉપરાંત કેન્દ્ર સરકારના અન્ય ટોચના અધિકારીઓ પણ સામેલ થયા હતા.
સૂત્રોએ જણાવ્યું કે બેઠક દરમિયાન પીએમ મોદીએ અધિકારીઓને સ્પષ્ટપણે કહ્યું કે તેઓ કમીઓના મેનેજમેન્ટની માનસિકતામાંથી બહાર નીકળી વધારાના મેનેજમેન્ટના નવા પડકારનો સામનો કરે. પીએમ મોદીએ પ્રમુખ વિકાસ યોજનાઓને નહીં લેવાના બહાના તરીકે 'ગરીબી'નો હવાલો આપવાની જૂની કહાની છોડવા તથા તેમને એક મોટો દ્રષ્ટિકોણ અપાવવા માટે કહ્યું.
એક ટીમની જેમ કામ કરવું પડશે
કોવિડ-19 મહામારી દરમિયાન સચિવોએ જે પ્રકારે સાથે મળીને એક ટીમની જેમ કામ કર્યું તેનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે તેમણે ભારત સરકારના સચિવો તરીકે કામ કરવું જોઈએ. માત્ર પોતાના સંબંધિત વિભાગના સચિવો તરીકે નહીં પણ તેમણે એક ટીમ તરીકે કામ કરવું જોઈએ. તેમણે સચિવોને ફીડબેક આપવા અને સરકારની નીતિઓમાં ખામીઓ પર સૂચનો આપવા માટે પણ કહ્યું જેમાં એવા લોકો પણ સામેલ છે જે તેમના સંબંધિત મંત્રાલયો સાથે જોડાયેલા નથી. સૂત્રોએ કહ્યું કે 24થી વધુ સચિવોએ પોતાના વિચાર પીએમ મોદીને જણાવ્યાં.
અત્રે જણાવવાનું કે 2014 બાદથી પીએમ મોદીની સચિવો સાથે આ 9મી બેઠક હતી. સૂત્રોએ જણાવ્યું કે બે સચિવોએ હાલની વિધાનસભા ચૂંટણીમાં એક રાજ્યમાં જાહેર કરાયેલી લોભામણી યોજનાનો ઉલ્લેખ કર્યો જે આર્થિક રીતે ખરાબ સ્થિતિમાં છે. તેમણે આ સાથે જ અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની યોજનાઓનો હવાલો આપતા કહ્યું કે તે આર્થિક રીતે ટકાઉ નથી અને રાજ્યોને શ્રીલંકાના રસ્તે લઈ જઈ શકે છે.
શ્રીલંકા હાલ ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. લોકોએ ઈંધણ, રાંધણ ગેસ માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. જરૂરી ચીજોની આપૂર્તિ ઓછી છે. આ સાથે જ લોકો લાંબા સમય સુધી વીજ કાપના કારણે પરેશાન છે. આવી બેઠકો ઉપરાંત પીએમ મોદીએ શાસનમાં સમગ્ર સુધાર માટે નવા વિચારોના સૂચનો આપવા માટે સચિવોના 6 ક્ષેત્રીય સમૂહોની પણ રચના કરી છે.
(ઈનપુટ-ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે