The Kashmir Files મામલે બોલીવુડની આ એક્ટ્રેસે તો હદ કરી, ફિલ્મ અંગે કરી એવી વાત કે...

The Kashmir Files: હવે એક એક્ટ્રેસ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઇને એવું નિવેદન આપ્યું છે. જેને સાંભળી સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. તો આવો જાણીએ, શું છે સમગ્ર મામલો

The Kashmir Files મામલે બોલીવુડની આ એક્ટ્રેસે તો હદ કરી, ફિલ્મ અંગે કરી એવી વાત કે...

નવી દિલ્હી: વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' જ્યાર્થી બોક્સ ઓફિસ પર આવી છે, ત્યારથી વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી છે. આ ફિલ્મને લઇને સૌ કોઈ પોતપોતાનો અભિપ્રાય જણાવી રહ્યા છે. ત્યારે હાલમાં જ કેટલાક બોલીવુડ સ્ટાર આ ફિલ્મને લઇને પોતાના અભિપ્રાય લોકોની સામે રાખી રહ્યા છે. બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાને આ ફિલ્મની ખુબ જ પ્રશંસા કરી હતી, તો બીજી તરફ સાઉથના સ્ટાર પ્રકાશ રાજે આ ફિલ્મની ખુબ જ નિંદા પણ કરી છે. 

આ ફિલ્મને સૌ કોઈ પોતાના દ્રષ્ટિકોણથી જજ કરી રહ્યું છે. કોઈ તેની નિંદા કરી રહ્યું છે તો કોઈ તેની પ્રશંસા કરી રહ્યું છે. જો કે, અત્યારે પણ બોલીવુડના મોટાભાગના સ્ટાર ફિલ્મને લઇને મૌન છે. પરંતુ હવે એક એક્ટ્રેસે એવું નિવેદન આપ્યું કે જે સાંભળી લોકો આશ્ચર્યમાં જોવા મળી રહ્યા છે. આ એક્ટ્રેસ બોલીવુડની મોટી સ્ટાર છે.

ટ્વિંકલ ખન્નાએ ઉડાવી ફિલ્મની મજાક
અનુપમ ખેરના લીડ રોલવાળી ધ કાશ્મીર ફાઈલ્સને લઇને મૌન તોડતા ટ્વિંકલ ખન્નાએ લખ્યું- એક ડાયરેક્ટરની ઓફિસમાં મિટિંગ દરમિયાન સાંભળવા મળ્યું કે ધ કાશ્મીર ફાઈલ્સની સફળતા બાદ આવી ફિલ્મોના ટાઈટલોની લાઈન લાગી છે. વધુમાં તેમણે લખ્યું- દેખીતી રીતે જોઈએ તો મોટા શહેરોના નામ પહેલાથી રજિસ્ટર કરવામાં આવી ચૂક્યા છે. પરંતુ હવે ગરીબ લોકો અંધેરી ફાઈલ્સ, ખાર-ડંડા ફાઈલ્સ એટલું જ નહીં સાઉથ બોમ્બે ફાઈલ્સ જેવા નામ રજિસ્ટર કરી રહ્યા છે.

ટૂંક સમયમાં લાવી રહી છું નેલ ફાઈલ
ટ્વિંકલ ખન્નાએ ત્યાં જ ન અટકાતા વધુમાં લખ્યું કે, મારે પણ મારી ફિલ્મ માટે ટાઈટલ શોધવું હતું. એવામાં મેં મારી ફિલ્મનો આઇડિયા માતા ડિમ્પલ સાથે શેર કર્યો અને કહ્યું- હું ટૂંક સમયમાં નેલ ફાઈલ નામની એક ફિલ્મ બનાવવા જઈ રહી છું... ત્યારબાદથી તે સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રોલ થવા લાગી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news