અમદાવાદ: શાહીબાગની સુંદર યુવતી સાથે હતા 5 વર્ષથી સંબંધ જો કે અચાનક...

શાહીબાગમાં રહેતી યુવતી સાથે તેના જ પ્રેમીએ શરીર સંબંધ બાંધી તેના ફોટા અને વિડીયો મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી તેને વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ શાહીબાગ પોલીસ મથકે નોધવામાં આવી છે. યુવતીની ફરિયાદના આધારે શાહીબાગ પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી છે. શાહીબાગમાં રહેતી એક યુવતીને તેના વિસ્તારમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. બંને વચ્ચે પાંચ વર્ષ સુધી પ્રેમ રહ્યો હતો. જો કે થોડાક દિવસો અગાઉ યુવતીની અન્ય યુવક સાથે સગાઇ થઇ ગઈ હતી. 

અમદાવાદ: શાહીબાગની સુંદર યુવતી સાથે હતા 5 વર્ષથી સંબંધ જો કે અચાનક...

અમદાવાદ: શાહીબાગમાં રહેતી યુવતી સાથે તેના જ પ્રેમીએ શરીર સંબંધ બાંધી તેના ફોટા અને વિડીયો મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી તેને વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ શાહીબાગ પોલીસ મથકે નોધવામાં આવી છે. યુવતીની ફરિયાદના આધારે શાહીબાગ પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી છે. શાહીબાગમાં રહેતી એક યુવતીને તેના વિસ્તારમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. બંને વચ્ચે પાંચ વર્ષ સુધી પ્રેમ રહ્યો હતો. જો કે થોડાક દિવસો અગાઉ યુવતીની અન્ય યુવક સાથે સગાઇ થઇ ગઈ હતી. 

જે વાત તેના પ્રેમીને ખબર પડી જતા આરોપી યુવકે યુવતી સાથે અંગત પળોના ફોટો અને વિડીયો તેમના જ મિત્રોના વોટ્સ અપ ગ્રુપમાં સેન્ડ કર્યા હતા. આ સિવાય આરોપી યુવકે યુવતીના ભાઈને પણ મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આ વાત્તથી ડરી ગયેલી યુવતીએ આં અંગેની જાણ પરિવારજનોને કરી હતી. યુવતીને શાહીબાગ પોલીસ મથકે લઇ આરોપી યુવક સામે ફરિયાદ દાખલ કરાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news