જાણો કોણ છે ભારતીય ડેવિડ બેકહમ, જેનો પીએમ મોદીએ 'મન કી બાત'માં કર્યો ઉલ્લેખ

પીએમ મોદીએ પોતાના કાર્યક્રમ મન કી બાતમાં ખેલો ઈન્ડિયાનો ઉલ્લેખ કરતા ભારતના ડેવિડ બેકહમનું નામ લીધું હતું. 
 

 જાણો કોણ છે ભારતીય ડેવિડ બેકહમ, જેનો પીએમ મોદીએ 'મન કી બાત'માં કર્યો ઉલ્લેખ

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પોતાના કાર્યક્રમ 'મન કી બાત (Mann Ki Baat)'માં દેશના પ્રેરક યુવા ખેલાડીઓના ઉદાહરણ આપ્યા હતા. પીએમએ રવિવારે 26 જાન્યુઆરીએ આ માસિક કાર્યક્રમમાં ખેલો ઈન્ડિયા ગેમ્સ (Khelo India Youth Games)ના ઉલ્લેખની સાથે એક ભારતીય યુવા ખેલાડી ડેવિડ બેકહમનું નામ પણ લીધું હતું. 

આમ તો ડેવિડ બેકહમ ઈંગ્લેન્ડના જાણીતા ફુટબોલરનું નામ છે, જેના વિશ્વભરમાં કરોડો ફોલોઅર્સ છે, પરંતુ પીએમ મોદીએ ભારતીય બેકહમની પ્રશંસા કરી હતી. ભારતીય ડેવિડ બેકહમ 17 વર્ષના એક સાઇકલિસ્ટ છે, ફુટબોલર નહીં. તે નિકોબારના કાર નિકોબારમાં પાર્કા ગામમાં રહે છે. ડેવિડના મામા ફુટબોલર બેકહમના ખુબ મોટા ફેન છે. આ કારણે તેમણે પોતાના ભાણેજનું નામ ડેવિડ બેકહમ રાખી દીધું છે. 

બેકહમે હાલમાં ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સમાં અન્ડર-17 સ્પ્રિંટ સાઇક્લિંગ મુકાબલામાં ગોલ્ડ જીતીને ચર્ચામાં પોતાનું નામ નોંધાવ્યું હતું.  બેકહમે પોતાનો મુકાબલો માત્ર 10.891 સેકન્ડમાં હાસિલ કર્યો અને ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. તેણે પોતાની અન્ડર-17 ટીમને પણ બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. 

આ સિવાય પીએમ મોદીએ ખેલો ઈન્ડિયા મહોત્સવની ચર્ચા કરતા જણાવ્યું હતું કે, જ્યારે 2018માં ખેલો ઈન્ડિયા ગેમ્સની શરૂઆત થઈ હતી, ત્યારથી ખેલાડીઓની સંખ્યા 6 હજાર પર પહોંચી ગઈ છે. તેમાં ઘણા પ્રતિભાશાળી બાળકો ગરીબ પરિવારથી આવ્યા છે. આ ખેલોમાં સામેલ થનારા બાળકો અને તેમના માતા-પિતાના ધૈર્ય અને દ્રઢ સંકલ્પની કહાનીઓ એવી છે જે દરેક ભારતીયને પ્રેરણા આપશે. 

ભારતના સૌથી વૃદ્ધ ક્રિકેટર વસંત રાયજીએ ઉંમરની સદી કરી પૂરી, કેક લઈને પહોંચ્યા સચિન-સ્ટીવ વો  

પીએમ મોદીએ આસામ સરકાર અને આસામના લોકોને ખેલો ઈન્ડિયાની શાનદાર યજમાની માટે શુભેચ્છા આપી અને આ મહોત્સવમાં તૂટેલા 80 રેકોર્ડનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, તેમાંથી 56 રેકોર્ડ તોડવાનું કામ આપણી પુત્રીઓએ કર્યું છે. આ સાથે પીએમે કહ્યું કે, આગામી મહિને 22 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ઓડિશાના કટક અને ભુવનેશ્વરમાં પ્રથમ ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન થવાનું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news