સ્માર્ટ સિટી સુરતના આ વિસ્તારમાં પાણીનો કકળાટ! 50 બિલ્ડિંગોના રહીશો છેલ્લા 3 વર્ષથી છે તરસ્યા!

છેલ્લા ઘણા સમયથી લોકો પીવાના પાણીથી પરેશાન થઈ રહ્યા છે. ગ્રીન સિટીમાં 13 માળના 50 બિલ્ડિંગોના રહીશો હેરાન આવી રહ્યા છે. 1700થી વધુ ઘરોમાં પીવાનું પાણી સમયસર પહોંચતું નથી 5,000થી વધુ લોકોને પીવાનું પાણી મળતું નથી.

સ્માર્ટ સિટી સુરતના આ વિસ્તારમાં પાણીનો કકળાટ! 50 બિલ્ડિંગોના રહીશો છેલ્લા 3 વર્ષથી છે તરસ્યા!

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં ભર ચોમાસે ભાટા વિસ્તારમાં પીવાના પાણીની બૂમો ઉઠી છે. ભાઠા ગામ ગ્રીન સિટીમાં લોકોનો પીવાના પાણીને લઇ વિરોધ નોંધાયો છે. છેલ્લા ઘણા સમયથી લોકો પીવાના પાણીથી પરેશાન થઈ રહ્યા છે. ગ્રીન સિટીમાં 13 માળના 50 બિલ્ડિંગોના રહીશો હેરાન આવી રહ્યા છે. 1700થી વધુ ઘરોમાં પીવાનું પાણી સમયસર પહોંચતું નથી 5,000થી વધુ લોકોને પીવાનું પાણી મળતું નથી. વારંવારની રજૂઆત છતાં પીવાનું પાણી ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

સુરત સ્માર્ટ સિટીમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. સુરત શહેરના ભાટા ગામમાં આવેલી ગ્રીન સિટી સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી લોકો પીવાના પાણી માટે સંઘર્ષ કરતા આવી રહ્યા છે. સોસાયટીમાં રહેતા રહીશોએ આજરોજ હાથમાં બેનરો લઈ તંત્ર સહિત રાજકીય નેતાઓ સામે ભારે વિરોધ દર્શાવ્યો હતો. લોકો હાથમાં બેનર લઈને સુરત મહાનગરપાલિકા અને રાજકીય નેતાઓ સામે સૂત્રોચાર કર્યા હતા. સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી સમયસર પીવાનું પાણી નહિ આવવાની ફરિયાદ સાથે લોકો ભારે આક્રોશ કરી રહ્યા છે.પાણીનું ટેન્કર મંગાવી પાણીની કિલ્લત દૂર કરી રહ્યા છે. 

પીવાના પાણી માટે વિરોધ કરી રહેલા રહીશોએ જણાવ્યું હતું કે તેમની સોસાયટીમાં છેલ્લા ત્રણ વર્ષથી સમયસર પીવાનું પાણી મળતું નથી. નજીકમાં જ આવેલી સોસાયટીને પીવાનું પાણી મળી રહ્યું છે. આ બાબતે અમે અમારા કોર્પોરેટર લાગતા અધિકારીઓ સહિત તમામને લેખિત મૌખિક રજૂઆતો કરી છે. પરંતુ આજ દિન સુધી અમારી સોસાયટીને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું નથી. હાલ પાણીની કિલત હોવાના કારણે અમે લોકો બહારથી પાણીનું ટેન્કર મંગાવી રહ્યા છે. ટેન્કરનું પાણી પણ ખરાબ આવ્યું રહ્યું છે. જેને લઈને અમારા ઘરમાં પરિજનો બીમાર પણ પડી રહ્યા છે. 

મહત્વની વાત એ છે કે મસ્ત મોટી હાયરાઇઝ બિલ્ડીંગમાં રહેતા લોકો તંત્રને મસ્ત મોટું ટેક્સ પણ ચૂકવતા હોય છે. ટેક્સ ચૂકવ્યા છતાં પણ સુરત મહાનગરપાલિકા છેલ્લા ત્રણ વર્ષથી પીવાનું પાણી સોસાયટીને પૂરું પાડી શકતી નથી. આ લોકો સુરત મહાનગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કરી પીવાના પાણીની પુકાર કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news