જીવતો જાગતો વ્યક્તિ અધિકારીઓની ભુલના કારણે મરી ગયો, પોતાના મૌલિક અધિકારથી રહ્યો વંચિત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે તૈયાર થયેલી મતદાર યાદીમાં અનેક છબરડાઓ સામે આવી રહ્યા છે. જેમાં વડોદરા વોર્ડ નંબર 6માં પણ એક ગંભીર છબરડો સામે આવ્યો હતો. જેમાં મતદાર પોતે જીવીત હોવા છતા યાદીમાં મૃત બતાવાયો હતો. જેના પગલે તે મતદાનથી વંચિત રહેવાનો વારો આવ્યો હતો. મતદારે આ અંગે ફરિયાદ પણ કરી હતી અને અધિકારીઓને રજુઆત કરતા જણાવ્યું કે, હું જીવીત છું. તેમ છતા પણ મને મતદાન કરવાની તક તમારી ભુલના કારણે છીનવાઇ છે. મને મતદાન કરવા દેવામાં આવે.
Trending Photos
વડોદરા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે તૈયાર થયેલી મતદાર યાદીમાં અનેક છબરડાઓ સામે આવી રહ્યા છે. જેમાં વડોદરા વોર્ડ નંબર 6માં પણ એક ગંભીર છબરડો સામે આવ્યો હતો. જેમાં મતદાર પોતે જીવીત હોવા છતા યાદીમાં મૃત બતાવાયો હતો. જેના પગલે તે મતદાનથી વંચિત રહેવાનો વારો આવ્યો હતો. મતદારે આ અંગે ફરિયાદ પણ કરી હતી અને અધિકારીઓને રજુઆત કરતા જણાવ્યું કે, હું જીવીત છું. તેમ છતા પણ મને મતદાન કરવાની તક તમારી ભુલના કારણે છીનવાઇ છે. મને મતદાન કરવા દેવામાં આવે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક મતદારે મતદાર યાદીમાં નામ નહી હોવાના કારણે રોષ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે, મારા પિતાનું નિધન થઇ ગયું છે. પણ તેમનું નામ મતદાર યાદીમાં છે. મે પિતાનો મરણનો દાખલો પણ આપ્યો છે. તેમ છતા તેનું નામ છે. હું જીવીત છું છતા મારુ નામ તેમાંથી ગાયબ છે. હું છેલ્લા 3થી 4 અલગ અલગ સ્થળો પર જઇ આવ્યો પણ મારુ નામ દાખલ કરવા માટે અધિકારીઓ ટાપા ટૈયા કરે છે. મારે મતદાન કરવું હોવા છતા પણ હું મતદાન કરી શકતો નથી.
વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના મતદાન સમયે તંત્રની બેદરકારીના કારણે મત નહી આપી શકતા રાજુભાઇ ચાવડા શોક વ્યક્ત કરી રહ્યા છે. વડોદરા શહેરના ભુતડીઝાપા વિસ્તારમાં રહેતા રાજુભાઇ ચાવડાએ જણઆવ્યું કે, હું વોર્ડનંબર 6નો મતદાર છું. સવારે મતદાન મથક પર મત આપવા માટે ચૂંટણી કાર્ડ લઇને ગયો હતો. મતદાર યાદીમાં મારુ નામ તપાસ કરાવ્યું હતું જો કે યાદીમાં નામ હતું. જો કે યાદીમાં મને મૃત જાહેર કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે