કરોડોની સંપતિ દાન કરી પરિવારના ચારેય સભ્યો એક સાથે અપનાવશે સંયમનો માર્ગ

મુંબઇના ભીંવડી ખાતે રહેતુ અને કરોડપતિ એવુ કોઠારી પરિવારના ચારેય સભ્યો જૈન દિક્ષા લઇને સંયમનો માર્ગ અપનાવશે. કરોડો રુપિયાની સંપતિ દાન કરીને 9મી ફેબ્રુઆરીના રોજ સુરતના કૈલાસનગર ખાતેના જૈન સંઘ ખાતે સંયમનો માર્ગ અપનાવશે. મુળ રાજસ્થાન અને હાલ મુંબઇના ભીંવડીમા રહેતા રાકેશ કોઠારી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને પરિવારમા પત્નિ સીમા તથા સંતાનમા શૈલી અને મીત છે. શૈલી ધોરણ 12મા અભ્યાસ કરે છે અને મીત કોલેજના બીજા વર્ષમા અભ્યાસ કરે છે. હાલ આ કોઠારી પરિવારના ચારેય સભ્યો એકસાથે દિક્ષા લેવા જઇ રહ્યા છે. 
 

કરોડોની સંપતિ દાન કરી પરિવારના ચારેય સભ્યો એક સાથે અપનાવશે સંયમનો માર્ગ

ચેતન પટેલ/સુરત: મુંબઇના ભીંવડી ખાતે રહેતુ અને કરોડપતિ એવુ કોઠારી પરિવારના ચારેય સભ્યો જૈન દિક્ષા લઇને સંયમનો માર્ગ અપનાવશે. કરોડો રુપિયાની સંપતિ દાન કરીને 9મી ફેબ્રુઆરીના રોજ સુરતના કૈલાસનગર ખાતેના જૈન સંઘ ખાતે સંયમનો માર્ગ અપનાવશે. મુળ રાજસ્થાન અને હાલ મુંબઇના ભીંવડીમા રહેતા રાકેશ કોઠારી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને પરિવારમા પત્નિ સીમા તથા સંતાનમા શૈલી અને મીત છે. શૈલી ધોરણ 12મા અભ્યાસ કરે છે અને મીત કોલેજના બીજા વર્ષમા અભ્યાસ કરે છે. હાલ આ કોઠારી પરિવારના ચારેય સભ્યો એકસાથે દિક્ષા લેવા જઇ રહ્યા છે. 

કરોડો રુપિયાની સંપતિ છોડીને ચારેય 9મી ફેબ્રુઆરીના રોજ દિક્ષા ગ્રહણ કરશે. ત્રણ વર્ષ અગાઉ શૈલીબેન મહારાજની આજ્ઞામા ઉદભોગમા ગયા હતા. દરમિયાન તેમને મનમા ગાઠ બાંધી દીધી હતી કે તેઓ દિક્ષા લેશે. આ અંગે તેમને જ્યારે તેમના પતિ રાકેશને જાણ કરી ત્યારે પત્નિની વાત સાભળીને તેઓ પણ અભિવ્યકત થયા હતા. અને પોતે પણ પત્ની સાથે દિક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય લીધો હતો.

પત્નીની વાત સાંભળીને દિક્ષા લેવાનું મનન બનાવનાર રાકેશ કોઠારી ભીંવડીમા જ કાપડનો વ્યવસાય કરે છે. પોતે એક કરોડપતિ પરિવારથી બિંલોગ પણ કરે છે. કરોડો રુપિયાની સંપતિ છોડીને રાકેશભાઇ પણ પત્ની સીમા સાથે દિક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય કરી લીધો હતો. પોતાની આ કરોડોની મિલક્ત તેમને પશુ-પક્ષીના ઘાસચારા, ગરીબો માટે તથા જૈન સમાજના સારા કાર્યમાટે દાન કરવાનું નત્તી કરી દીધુ હતુ.

સુરત: ભાજપના વધુ એક કોર્પોરેટર 50 હજારની લાંચ લેતા ઝડપાયા

પુત્રી શૈલી હાલ ધોરણ 12માં અભ્યાસ કરે છે. શૈલીને નાનપણથી જ સીંગર બનવાનો ખુબ જ શોખ હતો. આ અંગે તેને ઓડિસન આપવાની વાત પણ માતા-પિતા સામે રાખી હતી. જો કે જે તે સમયે માતા-પિતાએ આ વાતની અનુમતિ આપી નહતી. પોતે સોશિયલ મિડિયા તથા લકઝરીયસ લાઇફ છોડીને હવે સંયમનો માર્ગ અપનાવી દુનિયાની મોહ માયા ત્યાગ કરશે.

યોગગુરુ પ્રદીપજી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અરજી, ટૂંક સમયમાં નોંધાશે ફરિયાદ

પુક્ષ મીતને દિક્ષા લેવાની કોઇ આશા ન હતી. જો કે બાદમા બહેન-માતા-પિતા પણ દિક્ષાનો માર્ગ અપનાવવાની વાત સાંભળતાની સાથે જ તેને પણ નક્કી કરી દીધુ હતુ કે, પોતે પણ હવે સંયમનો માર્ગ અપનાવશે. દુનિયામા સાચુ સુખ સંયમના માર્ગ પર રહેલુ છે. આ ચારેય 9મી ફેબ્રુઆરીના રોજ એકસાથે કૈલાસનગરના જૈન સંઘ ખાતે દિક્ષા ગ્રહણ કરશે. મહારાજશ્રી ગુનરત્ન સુરિશ્વરજીના સાનિધ્યમા દિક્ષા ગ્રહણ કરી કરોડોની સંપતિનો ત્યાગ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news