અમે એક સ્વાયત સંસ્થા, રાજકીય દબાણ વગર કામ કરે છે: હાઇકોર્ટમાં ચૂંટણી પંચનો જવાબ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવા ની માંગ સાથે થયેલી અરજી માં ચૂંટણી પંચે રજૂ કર્યો પોતાનો જવાબ. ચૂંટણી પંચ દ્વારા રાજ્ય ચૂંટણી પંચે 303 પાનાનું કર્યું સોગંદનામું કોર્ટમાં રજુ કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણીપંચના જોઇન્ટ કમિશનર એ.એ. રામાનુજે સોગંદનામું કર્યું  હતું. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો કે, અરજદારોની પિટિશન ટકવાપાત્ર નહીં હોવાની કોર્ટ દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે. ચૂંટણી પંચ બંધારણીય દરજ્જો ધરાવતી સ્વાયત્ત સંસ્થા હોવાથી આ પ્રકારનું કોઇ પક્ષાપક્ષીમાં પંચ પડે તે આરોપ પાયાવિહોણો છે. 
અમે એક સ્વાયત સંસ્થા, રાજકીય દબાણ વગર કામ કરે છે: હાઇકોર્ટમાં ચૂંટણી પંચનો જવાબ

અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવા ની માંગ સાથે થયેલી અરજી માં ચૂંટણી પંચે રજૂ કર્યો પોતાનો જવાબ. ચૂંટણી પંચ દ્વારા રાજ્ય ચૂંટણી પંચે 303 પાનાનું કર્યું સોગંદનામું કોર્ટમાં રજુ કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણીપંચના જોઇન્ટ કમિશનર એ.એ. રામાનુજે સોગંદનામું કર્યું  હતું. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો કે, અરજદારોની પિટિશન ટકવાપાત્ર નહીં હોવાની કોર્ટ દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે. ચૂંટણી પંચ બંધારણીય દરજ્જો ધરાવતી સ્વાયત્ત સંસ્થા હોવાથી આ પ્રકારનું કોઇ પક્ષાપક્ષીમાં પંચ પડે તે આરોપ પાયાવિહોણો છે. 

ભૂતકાળમાં પણ મહાનગરપાલિકાઓ જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ અલગ-અલગ તારીખે યોજાઈ હોવાની અને પરિણામો પણ અલગ અલગ તારીખે રજુ કરાયા હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. મતગણતરી અલગ અલગ દિવસે થાય તેમાં અરજદારનું કોઈ કાનૂની કે બંધારણીય અધિકાર છીનવાતો નથી તેવી તેવી ચૂંટણીપંચની રજૂઆત કરી હતી. ચાલુ ચૂંટણી પ્રક્રિયામાં આ પ્રકારની અરજી ન થઈ શકે નહીં તેવી પણ ચૂંટણીપંચની રજૂઆત કરી હતી. અરજદારોએ પોતાના રાજકીય હેતુ બર લાવવા માટે આ અરજી કરી હોવાની ચૂંટણી પંચે સોગંદનામામાં રજુઆત કરી હતી. 

અલગ અલગ સમયે મતગણતરી થવાથી ચૂંટણી પ્રભાવિત થશે તેવી અરજદારની પૂર્વધારણા પર કોર્ટે ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં તેવી ચૂંટણી પંચની રજૂઆત કરી હતી. ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોની સમસ્યાઓ અને જરૂરિયાતો અલગ-અલગ હોય છે. તેવામાં આ અરજીનો કોઇ હેતું જ સિદ્ધ થતો નથી. ગ્રામીણ વિસ્તારના મતદાર અને શહેરી વિસ્તારના મતદાર ના પ્રશ્નો પણ અલગ અલગ હોય છે.  સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ મત ગણતરી અલગ અલગ તારીખો કરવાથી મતદાર પ્રભાવિત થશે તે માત્ર અરજદારોની પૂર્વધારણા હોવાની ચૂંટણીપંચની રજૂઆત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news