IND vs ENG: ઈશાંત શર્માનો કમાલ, ટેસ્ટમાં 300 વિકેટ ઝડપનાર ત્રીજો ભારતીય ફાસ્ટ બોલર બન્યો

Ishant Sharma Record: ઈશાંત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ પૂરી કરી છે. સોમવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે તેણે ડેનિયલ લોરેન્સને આઉટ કરી આ સિદ્ધિ હાસિલ કરી હતી. 

IND vs ENG: ઈશાંત શર્માનો કમાલ, ટેસ્ટમાં 300 વિકેટ ઝડપનાર ત્રીજો ભારતીય ફાસ્ટ બોલર બન્યો

ચેન્નઈઃ ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઈશાંત શર્મા (Ishant Sharma) એ ટેસ્ટ ક્રિકેટ (Test Cricekt) માં 300 વિકેટ પૂરી કરી લીધી છે. તે આ સિદ્ધિ મેળવનાર ત્રીજો ભારતીય ફાસ્ટ બોલર છે. સોમવારે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝના પ્રથમ મુકાબલાના ચોથા દિવસે ઈશાંતે ડેનિયલ લોરેન્સને આઉટ કરી આ સિદ્ધિ મેળવી હતી. તેની પહેલા ફાસ્ટ બોલરોમાં ભારત તરફથી કપિલ દેવ અને ઝહીર ખાને આ કમાલ કર્યો હતો. 

પોતાની 98મી ટેસ્ટ મેચ રમી રહેલા ઈશાંતે કમાલનું પ્રદર્શન કર્યુ છે. 32 વર્ષીય આ ફાસ્ટ બોલર લાંબા સ્પેલ ફેંકવા માટે જાણીતો છે. કપિલના નામે 131 મેચમાં 434 વિકેટ નોંધાયેલી છે, જ્યારે ઝહીર ખાને 92 મેચમાં 311 વિકેટ પોતાના નામે કરી છે. 

Congratulations @ImIshant. He becomes the third Indian fast bowler to take 300 Test wickets. He traps Lawrence in the front as England lose their third wicket. #TeamIndia #INDvENG pic.twitter.com/fgKJnae4nm

— BCCI (@BCCI) February 8, 2021

ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોની વાત કરીએ તો અનિલ કુંબલે (Anil Kumble) 619, કપિલ દેવ 434, હરભજન સિંહ 417, રવિચંદ્રન અશ્વિન 382* અને ઝહીર ખાને 311 વિકેટ લીધી છે. 

ઈશાંતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનું વાત કરીએ તો ઈંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડસમાં તેણે ઈનિંગમાં 74 રન આપીને સાત વિકેટ ઝડપી હતી. દિલ્હીના આ ફાસ્ટ બોલરે બાંગ્લાદેશ વિરુદ્ધ 2007મા પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news