રાજ્યસભા ચૂંટણી: કોરોનાને ધ્યાને લઇ ચૂંટણીપંચનું જડબેસલાક આયોજન, વિશિષ્ટ રીતે થશે મતદાન
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર : રાજ્યસભાની ચૂંટણીમાં ન માત્ર પક્ષો પરંતુ ચૂંટણી પંચ પણ તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. કોરોના કાળ વચ્ચે મતદાન યોજાવાનું હોવાનાં કારણે ચૂંટણી પંચ દ્વારા વિશિષ્ટ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ચૂંટણીમાં કોરોનાનું સંક્રમણ કોઇને ન થાય તેની તકેદારી રાખવી ચૂંટણી પંચ માટે પડકારજનક કામ છે. આ ચૂંટણીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સીસીટીવી દ્વારા પણ નજર રાખવામાં આવશે.
મતદાન મથકમાં ધારાસભ્યો ક્યાંથી ક્યાં મત આપવા જશે અને કઈ કઈ જગ્યા છે તેમને પસાર થવું પડશે તે તમામ વ્યવસ્થાઓ ના સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા છે. મતદાન મથકની અંદર ભાજપ કોંગ્રેસ અને એનસીપીના એજન્ટ બેસવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ ધારાસભ્યો અને એજન્ટનો પણ શક્ય તેટલો ઓછો વ્યવહાર થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પાટીદાર એજન્ટને મત બતાવ્યા પછી જ ધારાસભ્ય મધુ કુટીરમાં પોતાનો મત નાખશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સીસીટીવી દ્વારા કેન્દ્રીય ચૂંટણીપંચ પણ નિહાળી શકશે. કેન્દ્રીય ચૂંટણી પંચના ઓબ્ઝર્વર અને રાજ્ય ચુંટણી આયોગના અધિકારી ઓ પણ મતદાન મથકની અંદર સમગ્ર પ્રક્રિયા બેસીને નિહાળશે. મતદાન મથકની અંદર મોબાઈલનો ઉપયોગ નિષેધ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે