ખતરો માત્ર કોરોનાનો જ નથી, આ રોગ પણ બન્યા જીવલેણ! જાણો ગુજરાતના મહાનગરો કેમ બન્યા હોટસ્પોટ

ટાઈફોઈડ, મલેરિયા જેવી બીમારીઓના કેસમાં દૈનિક વધારો થઈ રહ્યો છે અને એવામાં હવે જીવલેણ સ્વાઈન ફ્લૂનો પણ વર્તારો જોવા મળી રહ્યો છે. મહાનગરોમાં રોગચાળો બેકાબૂ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં ભરશિયાળે પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી છે. ઝાડા-ઉલ્ટી, તાવના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે.

ખતરો માત્ર કોરોનાનો જ નથી, આ રોગ પણ બન્યા જીવલેણ! જાણો ગુજરાતના મહાનગરો કેમ બન્યા હોટસ્પોટ

ઝી બ્યુરો/અમદાવાદ: શિયાળાની શરૂઆતથી જ મહાનગરોમાં કોરોનાનો ખતરો વધ્યો છે. એવામાં હવે મચ્છરજન્ય રોગચાળાએ પણ માજા મૂકી છે. ટાઈફોઈડ, મલેરિયા જેવી બીમારીઓના કેસમાં દૈનિક વધારો થઈ રહ્યો છે અને એવામાં હવે જીવલેણ સ્વાઈન ફ્લૂનો પણ વર્તારો જોવા મળી રહ્યો છે. જી હાં, વડોદરામાં સ્વાઈન ફ્લૂના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. કેવી રીતે ધીમે ધીમે મહાનગરો હોમાતાં જાય છે રોગચાળાના ભરડામાં.

મહાનગરોમાં રોગચાળો બેકાબૂ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં ભરશિયાળે પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી છે. ઝાડા-ઉલ્ટી, તાવના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે વધતા રોગચાળા માટે માત્ર દુષિત પાણી જવાબદાર છે.. અમદાવાદમાં રોગચાળાના સૌથી વધુ કેસ વટવા, લાંભા, બહેરામપુરા, ગોમતીપુર, અમરાઈવાડી અને વસ્ત્રાલ વિસ્તારમાં નોંધાઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના નવા વધુ 3 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 2 મહિલા અને 1 પુરુષ કોરોના સંક્રમિત થયા છે.. અમદાવાદમાં કોરોનાના કુલ 60 એક્ટિવ કેસ છે જેમાંથી 59 દર્દીઓ હોમઆઈસોલેશન પર છે જ્યારે 1 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરામાં કોરોના બાદ હવે સ્વાઈન ફ્લૂએ માથુ ઊંચક્યું છે. H1N1 વાયરસના કારણે એક દર્દીએ જીવ ગુમાવ્યો છે. 57 વર્ષના તુષાર ચંદ્રકાંત શાહ નામના વ્યક્તિ 2 ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. રોગચાળાના વધતા ભરડાને લઈને મહાનગર પાલિકાનું તંત્ર પણ સજ્જ બન્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં રોગચાળાને કાબૂમાં લેવા તંત્ર મથામણ કરી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news