ફોટોના કારણે ભારતીય ક્રિકેટરને થયું 1 કરોડનું નુકસાન, IPL 2024ની હરાજીમાં બન્યો બલિનો બકરો

દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2024ના મિની ઓક્શન દરમિયાન સુમિત કુમાર નામના આ ક્રિકેટરને 1 કરોડમાં ખરીદ્યો હતો. ઝારખંડના વિકેટકીપર બેટર સુમિત કુમારની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી. ત્યારબાદ સામે આવ્યું કે દિલ્હી કેપિટલ્સે આ નામના હરિયાણાના ખેલાડીને 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, જ્યારે પ્રસારણકર્તાએ સુમિત કુમારનો ફોટો હરાજીમાં દેખાડ્યો હતો.

ફોટોના કારણે ભારતીય ક્રિકેટરને થયું 1 કરોડનું નુકસાન, IPL 2024ની હરાજીમાં બન્યો બલિનો બકરો

નવી દિલ્હીઃ આઈપીએલ 2024ની હરાજીનું આયોજન 19 ડિસેમ્બરે દુબઈના કોકાકોલા એરીનામાં સફળતાપૂર્વક થયું હતું. હરાજી દરમિયાન ઘણા યુવાઓનું વિશ્વની સૌથી મોટી ટી20 લીગમાં રમવાનું સપનું સાકાર થયું છે. ઘણા યુવા ખેલાડીઓને ફ્રેન્ચાઇઝીઓએ મોટી રકમ આપીને ખરીદ્યા છે. 

આ રીતે એક ખેલાડી છે ઝારખંડનો વિકેટકીપર બેટર સુમિત કુમાર. સુમિત કુમારની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી, જેને દિલ્હી કેપિટલ્સે 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સુમિતના માતાએ પુત્રને ફોન પર આ ખુશખબરી આપી હતી. માતાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા.

ક્રિકેટરને લાગ્યો મોટો ઝટકો
પરંતુ પરિવારની ખુશી લાંબો સમય ટકી નહીં કારણ કે સુમિતને ખબર પડી કે દિલ્હી કેપિટલ્સે કોઈ અન્ય ક્રિકેટરનો ફોટો પોસ્ટ કર્યો, જે હરિયાણાથી છે અને તેને શુભેચ્છા આપી છે. હરિયાણાના આ ક્રિકેટરનું નામ પણ સુમિત કુમાર છે. વિકેટકીપર બેટરે આ ખુલાસો પોતાના માતા સામે કર્યો. આ સાંભળીને તેના માતાને ખરાબ લાગ્યું કે એક ફોટોને કારણે તેનો પુત્ર આટલી મોટી ભૂલનો શિકાર થઈ ગયો. માતાના આંસુ રોકવા મુશ્કેલ થઈ રહ્યાં હતા.

સુમિતે કર્યો ખુલાસો
સુમિત કુમારે ટીઓઆઈ સાથે વાતચીતમાં કહ્યું- મારા માતા ખુબ ખુશ હતા. તે સતત મારી માટે પ્રાર્થનાઓ કરી રહ્યાં હતા. પરંતુ આ કઈ રીતે સંભવ થયું? હું જાણુ છું કે નામ એક જેવા હોઈ શકે છે, પરંતુ ટીવી સ્ક્રીન પર ફ્લેશ થયેલા ફોટોનું શું? મારો ફોટો અને નામ ત્યાં હતું.

સુમિતે સાથે ખુલાસો કર્યો કે ઓક્શનરે બોલી સમયે તેનો ફોટો દેખાડ્યો હતો. તેણે કહ્યું- હું મારી માતાને ભાવુક થતા રોકવામાં નિષ્ફળ રહ્યો. તે ખુબ વધુ ભાવુક હતા. તે મારૂ નામ અને ફોટો જોઈને ખુશ હતા. પછી આ ચોંકાવનારી ઘટના બની. દિલ્હી કેપિટલ્સ મોટી ટીમ છે. મને આશા નહોતી કે ક્રિકેટરની ભાવનાઓ સાથે આ રીતે ગડબજ કરશે અને હું તેને લઈને ખુબ દુખી છું. 

દિલ્હી કેપિટલ્સે ડિલીટ કરી પોસ્ટ
સુમિત કુમારે જણાવ્યું કે દિલ્હી કેપિટલ્સે ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરી તેને શુભેચ્છા આપી હતી. પરંતુ બાદમાં આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી. સુમિતે કહ્યું- દિલ્હી કેપિટલ્સે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મારો ફોટો પોસ્ટ કર્યો હતો. તે મને શોધી રહ્યાં હતા. તેણે મને ટેગ પણ કર્યું હતું. જ્યારે મને નોટિફિકેશન મળ્યું તો મને 100 ટકા વિશ્વાસ થઈ ગયો હતો. પરંતુ જ્યારે થોડી કલાકો બાદ પોસ્ટ ડિલીટ કરી તો હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news