દાદા બગડયા! કહ્યું; કામ બે મહિના મોડું થશે તો ચાલશે પણ ગુણવત્તામાં નહીં ચાલે કોઈ બાંધછોડ...
સરકારી કામમાં ચાલતી લાલિયાવાડી પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી હતી. કહ્યું, કામ બે મહિના મોડું થશે તો ચાલશે પણ ગુણવત્તામાં નહીં ચાલે કોઈ બાંધછોડ.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં નગર પાલિકા અને મહાનગર પાલિકા વચ્ચે વિકાસકાર્યોની હરિફાઈને લઈને ચાલતો વિવાદ કોઈ નવો નથી..જેટલું બજેટ મહાનગર પાલિકાને મળે છે એટલું બજેટ નગર પાલિકાને નથી મળતું.. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જાહેર મંચ પરથી નિવેદન આપ્યું છે. એટલું જ નહીં મુખ્યમંત્રીએ મહાનગર પાલિકાના હોદ્દેદારો અને ધારાસભ્યોને પણ ટકોર કરી છે. હળવા અંદાજમાં મુખ્યમંત્રીએ શું ગંભીર ટકોર કરી?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હળવા અંદાજમાં પ્રજાના પ્રતિનિધિઓ અને અધિકારીઓને ઘણી બધી ટકોર કરી દીધી છે. મહાનગર પાલિકા અને નગર પાલિકામાં ગ્રાન્ટની વાત હોય કે પછી શહેરોમાં સ્વચ્છતાની વાત...એટલું જ નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેતાઓને પોતાના વિસ્તારમાં થતાં વધુ કામોને લઈને પણ ટકોર કરી હતી.
ગાંધીનગરમાં ગુજરાતની આઠ મહાનગરપાલિકા અને 169 નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 2084 કરોડ રકમના ચેક અર્પણ સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીએ એક બાદ એક તમામના ક્લાસ લગાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પદાધિકારીઓ અને નેતાઓને આ ટકોર બાદ રાજનીતિએ પણ જોર પકડ્યું હતું. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાને લઈને પણ નેતાઓને ટકોર કરી છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે, વાઈબ્રન્ટ બાદ સ્વચ્છતાને ભૂલી જવાની નથી, પ્રથમ વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ પરથી જનપ્રતિનિધિઓને ટકોર બાદ હાકલ કરી છે. ત્યારે જુઓ એ રહ્યું કે, મુખ્યમંત્રીની આ શીખામણ નેતાઓ ક્યાં સુધી યાદ રાખશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે