ઓવર ટેક કરવાની ઉતાવળમાં વલસાડ નેશનલ હાઇવે પર અક્માતમાં એકનું મોત, કારનો થયો કચ્ચરઘાણ

વલસાડ નેશનલ હાઇવે નંબર 48 પર ગોઝારો અકસ્માત થતા અક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.

ઓવર ટેક કરવાની ઉતાવળમાં વલસાડ નેશનલ હાઇવે પર અક્માતમાં એકનું મોત, કારનો થયો કચ્ચરઘાણ

જય પટેલ/વલસાડ: વલસાડ નેશનલ હાઇવે નંબર 48 પર ગોઝારો અકસ્માત થતા અક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. વલસાડથી મુંબઇ તરફના નેશનલ હાઇવે નંબર 48 પર સ્વીફ્ટ કાર મુંબઈ તરફના લેન પરથી ઓવરટેક કરવા જતાં ડિવાઈડર કૂદી બીજા લેન પર આવી જતા ઉભેલી ટ્રકમા ઘૂસી જતા અકસ્માત થયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ કરતા પોલીસે વાહન હટાવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news