બાતમીદારને ધમકી મળતા સિહોર પોલીસ સ્ટેશનમાં જ કર્યું અગ્નિસ્નાન, પોલીસ પર ઉઠ્યા સવાલો

જીલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં ગીરીશ જીવરાજભાઈ બારૈયા નામના શખ્સ દ્વારા જ્વલનશીલ પદાર્થ સાથે લાવીને પોલીસ સ્ટેશનના બીજા માળે છટકાવ કરી આત્મવિલોપન કરતા પોલીસ તંત્ર હચમચી ગયું

બાતમીદારને ધમકી મળતા સિહોર પોલીસ સ્ટેશનમાં જ કર્યું અગ્નિસ્નાન, પોલીસ પર ઉઠ્યા સવાલો

ભૌમિક સિધપુરા/ભાવનગર: જીલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં ગીરીશ જીવરાજભાઈ બારૈયા નામના શખ્સ દ્વારા જ્વલનશીલ પદાર્થ સાથે લાવીને પોલીસ સ્ટેશનના બીજા માળે છટકાવ કરી આત્મવિલોપન કરતા પોલીસ તંત્ર હચમચી ગયું હતું. ગીરીશ  બારૈયા દ્વારા હાલમાં જ સિહોર પોલીસને બાતમી આપવામાં આવી હતી કે જયેશ ભાણજી નામનો શખ્સ દારૂ વહેચતો છે. જ્યારે બાતમીના આધારે પોલીસે રેડ કરીને આશરે 121 પેટી વિદેશી દારૂ પણ ઝડપી લીધો હતો. બાતમીદાર ગીરીશને જયેશ ભાણજી નામના શખ્સ દ્વારા ધમકી આપવામાં આવતા ગીરીશએ ડરના પગલે આત્મવિલોપન કરી લીધું હતું. જેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ મોત થયું છે.

Self-destruction

પોલીસને દારૂની બાતમી આપતા મળી હતી ધમકી
આત્મવિલોપન કરનાર સિહોર પોલીસે ગીરીશને ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. જ્યાં ડીએસપી સહીતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. ડીએસપીએ હાલ જણાવ્યા પ્રમાણે ગીરીશને દારૂની બાતમી આપવાને પગલે ધમકી મળતા ડરના પગલે આત્મવિલોપન હોવાની કોશિશ પણ જણાવી છે. જો કે પોલીસે ગિરીશના પરિવારને હાલ કડક સુરક્ષા આપી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે. આ પ્રકારની ઘટના શરૂ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આત્મવિલોપન કરનાર વ્યક્તિના પરિવારની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે સવાલએ થાય છે, કે પોલીસ સ્ટેશનમાં જ આત્મવિલોપન કરતા પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news