વડીલોને પણ વાંકા વાળશે ભાજપનું નેતૃત્વ : સાંસદ પરબત પટેલે થરાદના ઉમેદવારને રીતસરના પગે લગાવડાવ્યા

બનાસકાંઠા જિલ્લાની થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર સાથે સ્થાનિક સાંસદનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ભાજપે જેમને ટિકિટ આપી છે તે ઉમેદવાર જીવરાજ પટેલને બનાસકાંઠાના હાલના સાંસદ પરબત પટેલ પોતાના ચરણ સ્પર્શ કરાવી રહ્યા છે. વીડિયો વાયરલ થવાનું કારણ એ છે કે પરબત પટેલ કરતાં જીવરાજ પટેલ ઉંમરમાં પણ મોટા છે અને સમાજના આગેવાન તરીકે પણ મોટા છે. ચૂંટણી પંચમાં જમા કરાવેલા કરેલા સોગંદનામા પ્રમાણે થરાદ બેઠકના ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલ 71 વર્ષના છે અને જેમના કારણે થરાદ બેઠક ખાલી પડી છે તે પરબત પટેલની ઉંમર છે 70 વર્ષ. 
વડીલોને પણ વાંકા વાળશે ભાજપનું નેતૃત્વ : સાંસદ પરબત પટેલે થરાદના ઉમેદવારને રીતસરના પગે લગાવડાવ્યા

ગૌરવ પટેલ/અમદાવાદ :બનાસકાંઠા જિલ્લાની થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી લડતા ભાજપના ઉમેદવાર સાથે સ્થાનિક સાંસદનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ભાજપે જેમને ટિકિટ આપી છે તે ઉમેદવાર જીવરાજ પટેલને બનાસકાંઠાના હાલના સાંસદ પરબત પટેલ પોતાના ચરણ સ્પર્શ કરાવી રહ્યા છે. વીડિયો વાયરલ થવાનું કારણ એ છે કે પરબત પટેલ કરતાં જીવરાજ પટેલ ઉંમરમાં પણ મોટા છે અને સમાજના આગેવાન તરીકે પણ મોટા છે. ચૂંટણી પંચમાં જમા કરાવેલા કરેલા સોગંદનામા પ્રમાણે થરાદ બેઠકના ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલ 71 વર્ષના છે અને જેમના કારણે થરાદ બેઠક ખાલી પડી છે તે પરબત પટેલની ઉંમર છે 70 વર્ષ. 

ગુજરાતના વરસાદી વાદળો હવે રાજસ્થાન તરફ ફંટાયા, નોરતાના ત્રીજા દિવસે ખેલૈયાઓને મળ્યા સારા સમાચાર

આ વીડિયો વાયરલ થવાનું બીજું કારણ એ પણ છે કે આ વીડિયોમાં દેખાતા પરબત પટેલના ચહેરાના હાવભાવ... જીવરાજ પટેલ આવી રહ્યા છે ત્યાં જ પરબત પટેલ તેમને ચરણ સ્પર્શ કરવાનો ઈશારો કરે છે. આ તરફ કેમેરામાં વીડિયો શૂટ કરવામાં આવી રહ્યો છે. પોતાના વડીલ જ નહીં, જીવરાજ પટેલ સમાજના મોટા આગેવાન છે. છતાં જીવરાજ પટેલ પોતાના ચરણ સ્પર્શ કરે તેવો ઈશારો પરબત પટેલ કરી રહ્યા છે. આ વીડિયો વાયરલ થવાનું ત્રીજું કારણ તો આનાથી પણ ચોંકાવનારું છે. એ કે પરબત પટેલની રાજકીય કુંડળી. જે આગેવાનને પરબત પટેલ ચરણ સ્પર્શ કરાવી રહ્યા છે તેમના પિતા જગતાભાઈ પટેલ થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ હતા અને પરબત પટેલ તેમની આંગળી પકડીને રાજનીતિમાં ચાલતાં શીખ્યા. પરબત પટેલને રાજનીતિમાં લાવનારા એ નેતા હતા, જેમના પુત્ર અત્યારે ભાજપના થરાદ બેઠકના ઉમેદવાર છે અને પરબત પટેલ જેમને ચરણ સ્પર્શ કરવા ઈશારો કરી રહ્યા છે, એટલે કે જે ઉમેદવારના પિતા પીઢ રાજકારણી હતા, તેમની આંગળી પકડીને પરબત પટેલ રાજનીતિમાં આવ્યા અને પોતાના જ ગુરુના પુત્રને ચરણ સ્પર્શ કરવાનો ઈશારો કરી રહ્યા છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

ન માત્ર ઈશારો, પરંતુ ચરણ સ્પર્શ પણ કરાવી રહ્યા છે. થરાદના લોકકર્મી તરીકે જાણીતા થરાદ તાલુકા આંજણા પટેલ કેળવણી મંડળના આદ્યસ્થાપક અને થરાદ બેઠકના ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલના પિતા જગતાભાઈ પટેલ થરાદ તાલુકા પંચાયતમાં 1976થી 1983 સુધી પ્રમુખ હતા. એ પહેલાં 10 વર્ષ ઉપપ્રમુખ હતા. એટલે કે 1966થી 1976 સુધી જગતાભાઈ પટેલ થરાદ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ હતા. થરાદમાં તેમની પ્રતિમાનું અને ગ્રંથનું વિમોચન ખુદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કરી ચૂક્યા છે. એ નેતાના પુત્રને પરબત પટેલ ચરણ સ્પર્શ કરવાનો ઈશારો કરી રહ્યા છે. 

પરબત પટેલ ખુદ જેમને પોતાના રાજકીય ગુરુ ગણાવે છે, તેમના જ પુત્રને પોતાના પગે પડવાનો ઈશારો કરી રહ્યા છે. તેમના ચરણ સ્પર્શ કરતા ઉમેદવાર જીવરાજ પટેલના પિતાએ સમયાગાળામાં થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ હતા, ત્યારે પરબત પટેલે SSCની પરીક્ષા પણ નહોતી આપી. ચૂંટણી પંચમાં જમા કરાવેલા સોગંદનામા મુજબ પરબત પટેલ 1972માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. થયા અને 1980માં LLB કર્યું. એ સમયે પણ જગતાભાઈ પટેલ થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ હતા. 1983 સુધી જગતાભાઈ પટેલ થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા. એ જ જગતાભાઈ પટેલ પરબત પટેલને રાજનીતિમાં લઈ આવ્યા, અને હવે એમના જ પુત્ર જીવરાજ પટેલને પરબત પટેલ ઈશારો કરીને ચરણ સ્પર્શ કરાવી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news