PM મોદીએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીજી અને વિજય ઘાટ પર શાસ્ત્રીજીને આપી શ્રદ્ધાંજલિ

મહાત્મા ગાંધીની આજે 150મી જયંતી છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીની સાથે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, અને હરદીપ પુરીએ પણ રાષ્ટ્રપિતાને તેમની 150મી જયંતી પર નમન કર્યાં.

PM મોદીએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીજી અને વિજય ઘાટ પર શાસ્ત્રીજીને આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી: મહાત્મા ગાંધીની આજે 150મી જયંતી છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીની સાથે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, અને હરદીપ પુરીએ પણ રાષ્ટ્રપિતાને તેમની 150મી જયંતી પર નમન કર્યાં. ત્યારબાદ વડાપ્રધાન મોદી અને લોકસભા અધ્યક્ષ રાજઘાટ પર આયોજિત પ્રાર્થના સભામાં સામેલ થયા હતાં. બાપુને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પીએમ મોદી પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના સમાધિ સ્થળ વિજય ઘાટ પહોંચ્યા હતાં અને તેમને શ્રદ્ધાંજલિ આપી. આ અગાઉ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ બાપુની સમાધિ પર પહોંચીને રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપી. 

— ANI (@ANI) October 2, 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહે પણ રાજઘાટ જઈને બાપુને શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપિત રામનાથ કોવિંદ સહિત અન્ય નેતાઓએ પણ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. 

— ANI (@ANI) October 2, 2019

આ અગાઉ આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી હતી અને લખ્યું કે ગાંધીજીની જયંતી પર શત શત નમન... બાપુના સપનાને પૂરું કરવા માટે આકરી મહેનત કરતા રહીશું. માનવતા માટે ગાંધીજીના યોગદાન માટે હંમેશા કૃતજ્ઞ રહીશું. આ સાથે જ પીએમ મોદીએ ગાંધીજીનો એક વીડિયો પણ શેર કર્યો. 

Tributes to beloved Bapu! On #Gandhi150, we express gratitude to Mahatma Gandhi for his everlasting contribution to humanity. We pledge to continue working hard to realise his dreams and create a better planet. pic.twitter.com/4y0HqBO762

— Narendra Modi (@narendramodi) October 2, 2019

ત્યારબાદ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ ડો.મનમોહન સિંહે લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ વિજય ઘાટ પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી. 

જુઓ LIVE TV

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શાસ્ત્રીજીને યાદ કરતા લખ્યું કે જય જવાન જય કિસાનના નારાથી દેશમાં નવી ઉર્જાનો સંચાર કરનારા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જયંતી પર શત શત નમન!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news