નિત્યાનંદ આશ્રમ અને દિલ્હી પબ્લિક સ્કૂલ વચ્ચેની સાંઠગાંઠનો થયો પર્દાફાશ, જાણો

અમદાવાદના હાથીજણ સ્થિત નિત્યાનંદ (Nithyanand) આશ્રમે પોતાની બે દીકરીઓને ગાયબ કરી દીધી હોવાના આરોપસર તમિલનાડુ (Tamilnadu) નાં માતાપિતા આજે ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt) માં હેબિયસ કોર્પસ દાખલ કરશે. માતાપિતાનો આરોપ છે કે એક દીકરીને નિત્યાનંદ વિદેશ ભગાડીને લઈ ગયો છે અને બીજી દીકરીને ગાયબ કરી દીધી છે. છેલ્લા ચાર દિવસથી માતાપિતા અમદાવાદ (Ahmedabad) માં છે પણ આશ્રમ (Nityanand Ashram) સત્તાવાળા માતાપિતાને પોતાની દીકરીઓથી મુલાકાત કરાવી શક્યા નથી. હજુ સુધી યુવતીઓનો કોઈ પતો નથી. યુવતીનાં માતા પિતાએ અમદાવાદના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં આશ્રમના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે પોલીસને પણ યુવતીઓ મળી નથી. છેવટે હારીથાકીને લાપતા દીકરીઓનાં માતાપિતા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરશે. ત્યારે આ વિવાદ વચ્ચે આશ્રમ અને દિલ્હી પબ્લિક સ્કૂલ (Delhi Public Schoo) વચ્ચેની સાંઠગાંઠનો વિવાદ પણ સામે આવ્યો છે. 

નિત્યાનંદ આશ્રમ અને દિલ્હી પબ્લિક સ્કૂલ વચ્ચેની સાંઠગાંઠનો થયો પર્દાફાશ, જાણો

અમદાવાદ :અમદાવાદના હાથીજણ સ્થિત નિત્યાનંદ (Nithyananda) આશ્રમે પોતાની બે દીકરીઓને ગાયબ કરી દીધી હોવાના આરોપસર તમિલનાડુ (Tamilnadu) નાં માતાપિતા આજે ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt) માં હેબિયસ કોર્પસ દાખલ કરશે. માતાપિતાનો આરોપ છે કે એક દીકરીને નિત્યાનંદ વિદેશ ભગાડીને લઈ ગયો છે અને બીજી દીકરીને ગાયબ કરી દીધી છે. છેલ્લા ચાર દિવસથી માતાપિતા અમદાવાદ (Ahmedabad) માં છે પણ આશ્રમ (Nityanand Ashram) સત્તાવાળા માતાપિતાને પોતાની દીકરીઓથી મુલાકાત કરાવી શક્યા નથી.

હજુ સુધી યુવતીઓનો કોઈ પતો નથી. યુવતીનાં માતા પિતાએ અમદાવાદના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં આશ્રમના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે પોલીસને પણ યુવતીઓ મળી નથી. છેવટે હારીથાકીને લાપતા દીકરીઓનાં માતાપિતા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરશે. ત્યારે આ વિવાદ વચ્ચે આશ્રમ અને દિલ્હી પબ્લિક સ્કૂલ (Delhi Public Schoo) વચ્ચેની સાંઠગાંઠનો વિવાદ પણ સામે આવ્યો છે. 

અમદાવાદ : મજૂરી કરાવીને બાળકોને રૂપિયા ઉઘરાવવાનો ટાર્ગેટ આપનાર સ્વામી નિત્યાનંદ સામે ગુનો નોંધાયો

CWCને રિપોર્ટ સોંપશે
આશ્રમ અને દિલ્હી પબ્લિક સ્કૂલ વચ્ચેની સાંઠગાંઠ મામલે CWCને રિપોર્ટ સોંપશે. અમદાવાદના નિત્યાનંદ આશ્રમને કેમ્પસમાં જ જમીન ભાડે આપવા મામલે DPS અને આશ્રમના કરાર અંગે DEO CWCને રિપોર્ટ સોંપશે. બંને વચ્ચે ભાડા કરાર સિવાય શું કનેક્શન હતું તેની તપાસ થઈ છે. ZEE 24 કલાકે પહેલાં જ  ખુલાસો કર્યો હતો કે, દિલ્હી પબ્લિક સ્કૂલ અને નિત્યાનંદ આશ્રમ વચ્ચે કરાર થયો હતો. આશ્રમનાં બાળકોને DPSના શિક્ષકો ભણાવતા હતા. આશ્રમના બાળકો DPSમાં પણ જતા હતા. પોલીસે પણ બંને વચ્ચે થયેલા કરારના દસ્તાવેજો મેળવ્યા છે. આશ્રમ અને DPSના કનેક્શન અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. બંને વચ્ચે ભાડા કરાર સિવાય કયું કનેક્શન છે તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

દિલ્હી પબ્લિક સ્કૂલ અને આશ્રમ વચ્ચે કરાર થયો હતો
આપણી ચેનલ ZEE 24 કલાકે દિલ્હી પબ્લિક સ્કૂલના એ દાવાનો પર્દાફાશ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે નિત્યાનંદના ગોરખધંધાશ્રમ અને ડીપીએસ વચ્ચે એક દિવાલ છે. બંને વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. અમદાવાદના નિત્યાનંદ ગોરખધંધાશ્રમ અને દિલ્હી પબ્લિક સ્કૂલ વચ્ચે દીવાલ હોવાનું કહીને DPSએ છેડો ફાડી લીધો હતો.

પરંતુ આ દાવાની હવા નીકળી ગઈ છે. આપણી ચેનલ ઝી 24 કલાક તમને બતાવવા જઈ રહી છે કે, ક્યાં દિલ્હી પબ્લિક સ્કૂલ આવેલી છે અને કેવી રીતે સહેલાઈથી આશ્રમમાંથી કોઈ આવી શકે છે અને જઈ શકે છે. મતલબ કે આશ્રમમાંથી ડીપીએસ સ્કૂલમાં જવું હોય તો નાનું બાળક પણ જઈ શકે છે. બંને વચ્ચે કોઈ દીવાલ નથી. દિલ્લી પબ્લિક સ્કૂલે માત્ર  
ભાડે જગ્યા આપી છે તેટલો જ સંબંધ આ ગોરખધંધાશ્રમ સાથે નથી.

માતાપિતાએ નોંધી ફરિયાદ 
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમનો વિવાદ ખુબ જ ગરમાયો છે. પુત્રીના માતા પિતા હાથીજણ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવતી વખતે સગીરાએ કર્યા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સગીરાએ કહ્યું કે અભ્યાસની સાથે બાળમજૂરી કરાવવામાં આવતી હતી 1 કરોડથી 7 કરોડ રૂપિયા ઉઘરાવવાના ટાર્ગેટ આપતા હતા. પોલીસે આશ્રમના સંચાલક પ્રાણપ્રિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

સગીરાએ કહ્યું કે અન્ય બાળકો પણ આશ્રમથી બહાર નીકળવા માગે છે. પુષ્પક સિટીના ફલેટમાં બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હતા. નંદિતાની બહેનને પણ અહીં ગોંધી રાખવામાં આવી હતી. પોલીસે પુષ્પક સિટીમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં બીજી તરફ કરણી સેનાના કાર્યકરોએ નિત્યાનંદના આશ્રમ પર ચડાઈ કરીને આશ્રમમાં જ યુવતીની શોધખોળ શરૂ કરી હતી. ગઈકાલે મોટી સંખ્યામાં કાર્યકરો જય ભવાનીના નારા સાથે આશ્રમના તાળા તોડીને અંદર ઘૂસ્યાને આશ્રમની અંદર બનેલી કુટિરોમાં શોધ ખોળ શરૂ કરી હતી. 

કરણી સેનાએ ગઈકાલે કર્યું હતુ હલ્લાબોલ
આશ્રમમાં ઘૂસતાં જ એક ખુલાસો થયો કે આ આશ્રમમાં માત્ર મહિલા સાધ્વીઓ જ નહીં પણ પુરૂષો પણ હાજર છે. સાધ્વીઓએ કેમેરા સમક્ષ આવીને જણાવ્યું કે, નંદિતા અહીં રહેતી હતી પરંતુ હાલ અહિંયા નથી. એટલું જ નહિ, પણ સાધ્વીઓએ મીડિયા પર વળતો પ્રહાર કરતા પૂછ્યુ કે, 'તમને અંદર કોણે આવા દીધા....’ આશ્રમમાં સાધુઓ મોબાઈલ અને ટેબલેટ લઈને ફરતા હતા અને વીડિયો પણ બનાવી રહ્યા હતા.

પરંતુ આશ્રમની બહાર મોબાઈલ લઈ જવાની મનાઈ છે તેવું બોર્ડ મારેલું છે. આવા અનેક દ્રશ્યો વચ્ચે પોલીસ આવી જતા કરણી સેનાના તમામ કાર્યકરોને આશ્રમની બહાર કાઢવામાં આવ્યા. આશ્રમની બહાર પણ કરણી સેનાએ ધરણા ચાલું જ રાખ્યા હતા. કરણી સેનાના કાર્યકરોએ જમીન પર બેસીને ધરણા ચાલુ રાખ્યા હતા. 

કરણી સેનાએ આપી ચીમકી 
રાજ શેખાવત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. સ્વામી નિત્યાનંદને કરણી સેનાએ ચીમકી આપી છે કે નિત્યાનંદ તું તારી લીલાઓ બંધ કર નહીં તો મહિલા પાંખ તૈયાર છે. કરણી સેનાની મહિલા પાંખ નિત્યાનંદના આશ્રમ પર ચઢાઈ કરશે. કરણી સેનાની મહિલા પાંખ આશ્રમ પર હલ્લાબોલ કરશે. નંદિતાની તેના માતાપિતા સાથે મુલાકાત કરાવવામાં આવે નહીં તો દેશભરમાં કરણી સેના વિરોધ કરશે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news