મહા વાવાઝોડાને કારણે અટકેલી મગફળી-ડાંગરની ટેકાના ભાવની ખરીદી આજથી શરૂ કરાશે

મહા વાવાઝોડાની મહા અસર ( Maha cyclone) ને પગલે રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળી અને ડાંગરની ચાલી રહેલી ખરીદીને રોકવામાં આવી હતી. વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકતાં ખરીદી બંધ રાખવાની સીએમ વિજય રૂપાણી (Vijay Rupani) એ 2 નવેમ્બરના રોજ જાહેરાત કરી હતી. જેના બાદ આજથી રાજ્ય (Gujarat Government) માં ટેકાના ભાવે મગફળી (Ground Nut) અને ડાંગરની ખરીદી શરૂ કરાઈ છે. 30 જાન્યુઆરી સુધી ગુજરાતના 145 સેન્ટર પર ખરીદી ચાલશે.  

મહા વાવાઝોડાને કારણે અટકેલી મગફળી-ડાંગરની ટેકાના ભાવની ખરીદી આજથી શરૂ કરાશે

અમદાવાદ :મહા વાવાઝોડાની મહા અસર ( Maha cyclone) ને પગલે રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળી અને ડાંગરની ચાલી રહેલી ખરીદીને રોકવામાં આવી હતી. વાવાઝોડા સાથે વરસાદ ત્રાટકતાં ખરીદી બંધ રાખવાની સીએમ વિજય રૂપાણી (Vijay Rupani) એ 2 નવેમ્બરના રોજ જાહેરાત કરી હતી. જેના બાદ આજથી રાજ્ય (Gujarat Government) માં ટેકાના ભાવે મગફળી (Ground Nut) અને ડાંગરની ખરીદી શરૂ કરાઈ છે. 30 જાન્યુઆરી સુધી ગુજરાતના 145 સેન્ટર પર ખરીદી ચાલશે.  

નિત્યાનંદ આશ્રમ અને દિલ્હી પબ્લિક સ્કૂલ વચ્ચેની સાંઠગાંઠનો થયો પર્દાફાશ, સ્કૂલે કરેલા દાવાની હવા નીકળી ગઈ

આજથી બીજા તબક્કામાં રૂપાણી સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી અને ડાંગરની ખરીદી કરશે. કમોસમી વરસાદ બાદ નવી શરૂઆત થશે. રાજ્ય સરકાર પ્રતિ મણે 1018 ભાવે ખરીદી કરશે. ટેકાના ભાવે મગફળીની ખરીદી અન્ન પુરવઠા વિભાગ કરશે. 30 જાન્યુઆરી સુધી મગફરીની ખરીદી કરવામાં આવશે. જેમાં ગુજરાતના 145 સેન્ટર ખાતે મગફળીની ખરીદી કરશે. સરકારનો દાવો છે કે ખરીદીનું પેમેન્ટ ખેડૂતોને સમયસર મળી જશે. ખેડૂતોને SMSથી પણ જાણકારી આપવામાં આવશે. APMC સેન્ટર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે. રજિસ્ટ્રેશન કરેલા ખેડૂતોને મોબાઈલ પર મેસેજ મળશે. ખેડૂતને આ મેસેજમાં તારીખ અને સેન્ટર આપવામાં આવશે. ખેડૂતોએ જે તે તારીખ અને
સેન્ટર પર જવાનુ રહેશે.

ખેડૂતો વહેલી સવારે જ સેન્ટર પર પહોંચી ગયા 
સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકાના 6 સેન્ટર પર મગફળી ખરીદી અને 2 સેન્ટર પર ડાંગરની ખરીદી આજથી શરૂ કરાશે. ત્યારે મગફળી અને ડાંગર વેચનાર ખેડૂતો સેન્ટર પર વહેલી સવારે જ પહોંચી ગયા હતા, પણ ટેકાના ભાવે ખરીદી કરવા સરકારી તંત્ર પહોંચ્યું ન હતું. દરેક સેન્ટર પર 50 ખેડૂતોને મેસેજ કરાયો છે. અરવલ્લીમાં ફરી એકવાર ટેકાના ભાવે મગફળીની શરૂઆત કરાઈ છે. પ્રથમ દિવસે ૩૦ ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા છે. ત્યારે અહીં પણ વહેલી સવારે ખેડૂતો મગફળી વેચવા પહોંચી ગયા હતા. અરવલ્લી જિલ્લામાં 6 સેન્ટર પર ટેકાના ભાવે મગફળી ખરીદાશે. તો જામનગરમાં કુલ 58,586 ખેડુતોની નોંધણી કરાઈ છે. 6 એપીએમસી સેન્ટરના 15 કેન્દ્રો પર મગફળી ખરીદી કરાશે. હાપા માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો મગફળી વેચવા પહોંચ્યા છે. 

બનાસકાંઠા જિલ્લામાં 16 જેટલા ખરીદકેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જેમાં 35,034 જેટલા ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા ઓનલાઈન નોંધણી કરાવી છે. સરકાર દ્વારા મગફળીનો મણે 1018 રૂપિયા ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. પાલનપુર તાલુકા માટે પાલનપુર માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જ્યાં 15 જેટલા વજન કાંટા સહિત મોટી સંખ્યામાં બારદાન અને ખરીદી માટેની સામગ્રી ઉપલબ્ધ કરાઈ છે. જે ખરીદી 10 વાગ્યાથી શરૂ કરાશે. જોકે જ્યારે પહેલા મગફળીની ખરીદી શરૂ કરાઇ હતી ત્યારે ફક્ત બે જેટલા ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા. જોકે મોટાભાગના ખેડૂતોએ ખાનગી પેઢીમાં મગફળી ભરાવી દીધી છે. હવે જોવાનું એ રહ્યું કે આજે કેટલા ખેડૂતો મગફળી વેચવા આવે છે. જોકે આજે પાલનપુર માર્કેટયાર્ડમાં એક ખેડૂત પોતાનું ટ્રેકટર લઈને મગફળી વેચવા આવ્યા છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news