ફૂલ નહિ તો ફૂલની પાંખડી : સુરતના દિવ્યાંગે શહીદોના પરિવારને મદદ કરી આપ્યું મોટું ઉદાહરણ
સુરતનો એક દિવ્યાંગ યુવક પણ મદદ માટે સામે આવ્યો છે. ‘ફુલ નહિ તો ફૂલની પાંખડી’ ઉક્તિને સાર્થક કરતા આ દિવ્યાંગ યુવકે એક રમતમાં મળેલી જીતના રૂપિયા તેણે શહીદ પરિવારોને નામ કર્યાં છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત : પુલવામામાં શહીદ થયેલા 40 જવાનોના પરિવારજનોનું દુખ તો કોઈ હળવુ કરી શક્તુ નથી, પરંતુ આ જવાનોના પરિવારજનોને મદદ કરવા માટે દેશભરમાં મદદ મળી રહી છે. અનેક સેવાભાવી સંસ્થાઓ તથા કંપનીઓ અને એસોસિયેશન દ્વારા શહીદોના પરિવારજનોને મદદ કરવા માટે આહવાન કરાયું છે. ત્યારે સુરતનો એક દિવ્યાંગ યુવક પણ મદદ માટે સામે આવ્યો છે. ‘ફુલ નહિ તો ફૂલની પાંખડી’ ઉક્તિને સાર્થક કરતા આ દિવ્યાંગ યુવકે એક રમતમાં મળેલી જીતના રૂપિયા તેણે શહીદ પરિવારોને નામ કર્યાં છે.
સુરતના એક દિવ્યાંગ દ્વારા શહીદ થનારા જવાનોની મદદ માટે સામે આવ્યો છે. રોહ ચાસિયા નામના દિવ્યાંગ યુવક નેશનલ પેરા સ્વીમર છે. ૯૦% દિવ્યાંગ અને નેશનલ પેરા સ્વિમર એવા આ યુવકે પોતાને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત તરફથી મળેલી જીતની રકમમાંથી કેટલાક રૂપિયા શહીદોના પરિવારજનને આપ્યા છે. રોહન ચાસિયાએ શહીદોના પરિવારને 5000 રૂપિયા આપ્યા છે. ત્યારે શ્રદ્ધાંજલિના ભાગ રૂપે આ ચેક તેણે સુરતના કલેક્ટરને અર્પણ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે