સનાતનીઓને પણ શરમાવે તેવી મુસ્લિમની રામભક્તિ; રામાયણ અને ગીતાના તમામ શ્લોક છે કંઠસ્થ
પ્રભુ રામના કરોડો ભક્તો છે. પરંતુ સુરતના આ ભક્ત સૌથી ખાસ છે. કારણ કે તેમનું નામ છે મોહમંદ સુલેમાન મિચલા...હા મોહમંદ મિચલા. ધર્મથી મુસ્લિમ પરંતુ રામાયણ અને ગીતાનું ન માત્ર તેમણે વાંચન કર્યું છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: અયોધ્યામાં પ્રભુ રામના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ યોજાવાનો છે. દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે વાત એક એવા રામ ભક્તની કરીશું જે ધર્મથી તો મુસ્લિમ છે પરંતુ તેની રામભક્તિ એક સનાતનીને પણ શરમાવે તેવી છે. કોણ છે આ ગુજરાતી મુસ્લિમ રામભક્ત?
પ્રભુ રામના કરોડો ભક્તો છે. પરંતુ સુરતના આ ભક્ત સૌથી ખાસ છે. કારણ કે તેમનું નામ છે મોહમંદ સુલેમાન મિચલા...હા મોહમંદ મિચલા. ધર્મથી મુસ્લિમ પરંતુ રામાયણ અને ગીતાનું ન માત્ર તેમણે વાંચન કર્યું છે. પરંતુ પોતાના જીવનમાં આ બન્નેને ઉતારી દીધા છે. રોજ મોહમંદ મિચલા રામાયણ ગીતાના પાઠ પોતાના ઘરમાં કરે છે. રામાયણમાં રામ અને ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા બોધપાઠને તેમણે જીવનમાં ઉતારી દીધો છે.
69 વર્ષના મોહંમદ મીચલા એક નિવૃત્ત શિક્ષક છે. તેમની પાસે ગુજરાતીની સાથે સાથે ઉર્દુમાં લખેલી રામાયણ અને ગીતા છે. નચિકેતાના એક પુસ્તકથી તેમનું આખુ જીવન બદલાઈ ગયું અને હવે ગીતા થતા રામાયાણને પોતાના જીવનમાં ઉતારી દીધી છે. અયોધ્યામાં બની રહેલા રામમંદિરનો તેમને ખુબ જ આનંદ છે.
સનાતન ધર્મ ક્યારેય બીજાનું ખરાબ નથી ઈચ્છતો. સનાતન ધર્મના કોઈ પણ પુસ્તક કે ધર્મગ્રંથમાં હંમેશા માનવજાતના કલ્યાણની વાત કરાઈ છે. પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય. અને તેથી જ મોહમંદ મીચલા જેવા અનેક મુસ્લિમો આ દેશમાં છે જેમણે પોતાના જીવનમાં ગીતા અને રામાયણને ઉતારી સારુ જીવન જીવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે