સુરતમાં ધો. 10 અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત, પરિવારે ચલાવ્યું એવું જુઠ્ઠાણું કે પોલીસ ગોથે ચઢી!

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ ગાંધીકુટીર ખાતે રહેતા સુનિલ પાટીલની 14 વર્ષની દીકરી પાયલ પાટીલ ધોરણ 10માં અભ્યાસ કરે છે. ગત રોજ બપોરના સમયે પરિવારના લોકો પાયલને બેભાન હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થ લઈ આવ્યા હતા.

સુરતમાં ધો. 10 અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત, પરિવારે ચલાવ્યું એવું જુઠ્ઠાણું કે પોલીસ ગોથે ચઢી!

પ્રશાંત ઢીવરે/સુરત: ઉધનામાં વિદ્યાર્થીની બેભાન મોત મામલે વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. વિદ્યાર્થીના પરિવારે આપઘાતનું કારણ છુપાવ્યું હતું. વિદ્યાર્થીની વાસણ સફાઈ કરતા અચાનક ઢળી પડી ગઈ હોવાનું પરિવારે જણાવ્યું હતુ. પોલીસને શંકા જતા ફોરિસિક પીએમ કરવામાં આવ્યું હતું. 

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ ગાંધીકુટીર ખાતે રહેતા સુનિલ પાટીલની 14 વર્ષની દીકરી પાયલ પાટીલ ધોરણ 10માં અભ્યાસ કરે છે. ગત રોજ બપોરના સમયે પરિવારના લોકો પાયલને બેભાન હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થ લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ પાયલને મૃતક જાહેર કર્યો હતો. 

પરિવારે પાયલ ઘરમાં કામ કરતી વખતે બેભાન થઈ ગઈ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. પાયલના મૃતદેહનું પીએમ કર્યા વગર જ લઈ જવા જણાવતા હતા. સિવિલ હોસ્પિટલના CMOને ગળાના ભાગે નિશાન મળતા ઉધના પોલીસને જાણ કરી હતી. પોલિસે પરિવાર સાથે પૂછપરછ કરતા તેઓએ પોલીસ સામે પણ તેમનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. પોલીસ શંકાને લઈ ફોરેસ્ટ પીએમ કરવામાં આવ્યું હતું. 

ફોરેન્સિક પીએમમાં મૃતક પાયલ પાટીલે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે. નવી સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે ગત રોજ 15 વર્ષની એક દીકરીને ઉધનામાંથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં સારવાર અર્થ લાવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ દીકરીને મૃતક જાહેર કર્યો હતો. પરિવારે દીકરી ઘરમાં કામ કરતા કરતા બેભાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. દીકરીના ગળા પર નિશાન દેખાય આવતા શંકા ગઈ હતી. ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે. ફોરેન્સિક પીએમમાં દીકરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે. 

મૂળ મહારાષ્ટ્રના વતની હાલ સુરત શહેરના ઉધના ખાતે આવેલ ગાંધીકુટીરમાં રહેતા સુનિલ પાટીલ પત્ની અને બે સંતાન સાથે રહે છે. સેલ્સમેનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 15 વર્ષની દીકરી પાયલ ઘર પાસે આવેલ સુમન હાઇસ્કુલમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી હતી. ગતરોજ બપોરે શાળા માંથી પેપર આપ્યા બાદ ઘરે આવી હતી. ઘરમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પાયલના પરિવારે આ વાર્તાને ચૂપાવવા સિવિલ હોસ્પિટલમાં ખોટી વાર્તાઓ કરી સિવિલ હોસ્પિટલના તબીબો અને પોલીસને ગેરમાર્ગ દોર્યા હતા. 

સિવિલ હોસ્પિટલમાં મૃતક હાલતમાં પાયલને પરિવારના લોકો લઈને આવ્યા હતા સીએમઓને પાયલ ઘરમાં કામ કરતી વખતે પડી જવાથી બેભાન થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.પાયલના ગળાના ભાગે નિશાન દેખાઈ આવતા તાત્કાલિક ઉધના પોલીસને જાણ કરાઈ હતી. ઉધના પોલીસ સ્થળે આવી પહોંચી હતી. પોલીસે તપાસ કરતાં પરિવારે ખોટી વાર્તા ઉભી કરી હોવાનું સામે આવ્યું હતું. 

આ અંગે પોલીસે પાયલનું ફોરેન્સિક પીએમ કરવા તપાસ હાથ ધરી હતી.આજે ફોરેસ્ટ પીએમમાં પાયલે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર ઘટનાને લઈ ઉધના પોલીસે આપઘાતનો ગુનો નોંધી પાયલએ ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news