લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા? સરકારી અનાજના ગોડાઉનમાં ચણાનો જથ્થો લેબમાં ફેલ, થયો મોટો ખુલાસો

સરકારી અનાજના ચણાનો જથ્થો એફ.આર.એલમાં ફેઈલ થતા પાદરા ગોડાઉનમાં ફાળવેલ 9340 કિ.ગ્રામ ચણાના જથ્થાનું વિતરણ અટકાવ્યું છે. પાદરાના સરકારી અનાજના ગોડાઉન દ્વારા ઉચ્ચ કક્ષાએ સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા? સરકારી અનાજના ગોડાઉનમાં ચણાનો જથ્થો લેબમાં ફેલ, થયો મોટો ખુલાસો

મિતેશ માલી/પાદરા: ફરી એકવાર સરકારે ફાળવેલા ચણામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. વડોદરાના પાદરાના ગોડાઉનમાં સરકારે ફાળવેલા ચણાનો જથ્થો સરકારી લેબમાં ફેલ થયો છે. જિલ્લા પુરવઠા વિભાગને મળેલા 9,340 કિલો ચણા ખાવા લાયક ન હોવાનો ખુલાસો કર્યો છે. લેબોરેટરી ટેસ્ટિંગ વગર જ ચણાનો જથ્થો ફાળવ્યો હોવાની આશંકા સેવવામાં આવી છે.

સરકારી અનાજના ચણાનો જથ્થો એફ.આર.એલમાં ફેઈલ થતા પાદરા ગોડાઉનમાં ફાળવેલ 9340 કિ.ગ્રામ ચણાના જથ્થાનું વિતરણ અટકાવ્યું છે. પાદરાના સરકારી અનાજના ગોડાઉન દ્વારા ઉચ્ચ કક્ષાએ સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. સરકારી ચણાનો જથ્થાનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવતા ચણાનો જથ્થો ખરાબ હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે પાદરાના સરકારી ગોડાઉનમાં ફાળવેલ ચણાનો તમામ જથ્થો 9340 કિ. ગ્રામ. એફ.આર.એલમાં ફેઈલ થઈને ખરાબ નીકળતા તેનું વિતરણ અટકાવ્યું હતું.

પાદરાના ગોડાઉન માં 9340 કી. ગ્રામ જ જથ્થો વર્ધનામ એગ્રો ફૂડસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો ત્યાં ઉપલબ્ધ ચના ના જથ્થા નું ક્રોસ વેરિફિકેશન કરાવવા માટે ગાંધીનગર ની ફૂડ રિસચ લેબોરેટરી માં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા જેનું ટેસ્ટિંગ કરાવ્યું હતું જેનો રિપોર્ટ ફેઈલ આવ્યો હતો સૂત્રો ના જણાવ્યા અનુસાર આ જથ્થો આઈ.સી.ડી.એસનો ફળવવાનો હતો. 

પરંતુ ફાળવેલ જથ્થો લેબમાં ફેઈલ થતા હાલમાં પાદરા સરકારી અનાજના ગોડાઉનમાં વિતરણ અટકાવ્યું છે. આ અંગેની ગાંધીનગર ખાતે ઉચકક્ષા એ જાણ કરી છે અને હવે પછી આ તમામ જથ્થો સપ્લાય દ્વારા પરત લેવામાં આવશે અને નવો જથ્થો આવ્યા બાદ આ પ્રક્રિયા હાથ ધરી અને સેમ્પલ પાસ થાય બાદ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news