વાલીઓ સાવધાન! વિદ્યાર્થીઓને લઈને પૂરપાટ ઝડપે દોડતી સ્કૂલ વાન પલટી, 6 બાળકો ઈજાગ્રસ્ત
school van overturned in surat : સુરતના કીમ-ઓલપાડ માર્ગ પર ટળી મોટી દુર્ઘટના... પુરપાટ ઝડપે દોડતી સ્કૂલ વાન પલટી.. કારમાં સવાર 9 પૈકી 6 બાળકોને ઈજા... સ્કૂલ વાનમાં બાળકોની સુરક્ષા સામે ફરી ઉઠ્યા સવાલ
Trending Photos
Surat News : બાળકોને સ્કૂલ વાનમાં મોકલીને બિન્દાસ્ત થઈ જનારા વાલીઓએ હવે સાવધાન રહેવાની જરૂર છે. વડોદરા બાદ હવે સુરતમાં સ્કૂલ વાન પલટી જવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કીમ-ઓલપાડ રાજ્યધોરી માર્ગ પર મુળદ પાટિયા નજીક સ્કૂલ વાન પલ્ટી જવાની ઘટના બની હતી. વહેલી સવારે શાળાએ જતા સમયે ઇકો કાર પલટી ગઈ હતી. સામેના તરફથી અન્ય સ્કૂલ વાન બસ આવતા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આ ઘટનામાંઈકો કારમાં સવાર 9 વિદ્યાર્થીઓ પૈકી 6 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. સ્કૂલ વાનમાં કુલ 9 જેટલા બાળકો સવાર હતા. કાર પલ્ટી જવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ત્યારે કીમ પોલીસેએ CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. સાથે જ આ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.
એક વાલીએ ફરિયાદ નોંધાવી
ઓલપાડના મૂળદ ગામ પાસે આજે સવારે સ્કૂલ ઇકો વાન પલ્ટી મારી ગઈ હતી. ત્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થિની આરાધ્યા સિંગના પિતાએ કીમ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થિનીના વાલી શક્તિ કુમાર તેજ કુમાર સિંગે વાન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે બંટી નામના ઇકો વાન ચાલકે પુરઝડપે વાહન ચલાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ત્યારે પોલીસે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓના નિવેદન લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્કૂલ વાન પૂરઝડપે જતી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કીમથી બાળકો ભરી બોલાવ ગામે અન્ય વિદ્યાર્થીઓ લેવા જતા સમયે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકી પોલીસ મથકે હાજર થઈ ગયો હતો.
કડક તપાસ કરાશે
સ્કૂલ વાનના અકસ્માત માલમે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નિવેદન આપતા જણાવ્યું કે, આ મામલે પોલીસ તપાસ ચાલુ છે. કડક કાર્યવાહી કરવામા આવશે. વાલીઓ વાનના ડ્રાઇવરને ચકાસણી કરવાની જરૂર છે. ચાલકો યોગ્ય રીતે ગાડી ચલાવે છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ જ બાળકોને વેનમાં બેસાડો. વાના ચાલકો કઈ રીતે ગાડી ચલાવે છે તે બાબતે વાલીઓએ વિદ્યાર્થીઓની પૂછવું જોઈએ. વાન ચાલક કોઈ ખરાબ હરકત કરે છે શુ ..? તે બાબતે પણ વાલીઓએ ધ્યાન રાખવું જોઈએ.
#WATCH | MoS Praful Pansheriya says, "...An incident occurred early morning today. There were around 9 children in the van; 6 of these children suffered minor injuries...I urge parents that when you hire private vans, there should be a meeting of the owner, driver and all… pic.twitter.com/eMlacgYRnd
— ANI (@ANI) July 8, 2024
વાન ખૂબ સ્પીડમાં હતી - વાલી
અકસ્માત બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સુરતની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ છે. તો ૮ વર્ષીય આરાધ્ય શક્તિસિંહને હાલ ICU માં સારવાર અપાઈ રહી છે. તેને નાના વરાછા ખાતે આવેલ એઇમ્સમાં દાખલ કરાઈ છે. આરાધ્યાના પિતાએ શક્તિસિંહે આ વિશે જણાવ્યું કે, વાન ખૂબ જ સ્પીડમાં હતી. આ વાન ચાલકની ભૂલ છે. આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ.
તો બીજી તરફ ઝી ૨૪ કલાકની ટીમ અકસ્માત ગ્રસ્ત ઈકો કાર સુધી પહોંચી હતી, જેને વહેલી સવારે અકસ્માત થયો હતો. તો ઘટના સ્થળે ઈકો કાર કચ્ચરઘાણ હાલતમાં જોવા મળી હતી. ઈકો કારની હાલત જોતા લોકો અચંબિત થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે