સુરત: અચાનક બંદુકો સાથે પોલીસે પાડ્યો દરોડો અને પછી...
Trending Photos
તેજસ મોદી/ સુરત: શહેરના પાલનપુર વિસ્તારમાં શનિવારે વહેલી સવારે પોલીસ દ્વારા અચાનક કરવામાં આવેલી કાર્યવાહીને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. હથિયાર સાથે ત્રાટકેલી પોલીસ અહીંથી ૨ યુવકોને પોતાની સાથે લઈ ગઈ હતી. એક તબક્કે આતંકવાદી પકડાયા હોવાની વાત સમગ્ર વિસ્તારમાં ફેલાય હતી. જોકે બાદમાં આરોપીઓએ રાજસ્થાનના એક હત્યા કેસમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું.
રાજસ્થાનના કોટામાં ગેંગવોરમાં ભાનુ અને શિવરાજ ગેંગ સાથે જોડાયેલા રણવીરસિંહ ચૌધરીની ગત 23 ડિસેમ્બરના રોજ 17 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. હત્યામાં વપરાયેલી સ્કોર્પિયો કાર પોલીસ કબ્જે કરી હતી અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન નવસારી પોલીસના પીએસઆઇ કીર્તિ પાલ સિંહને માહિતી મળી હતી કે હત્યાકેસના બે આરોપી મોહમદ મનસુર પઠાણ અને મોહમ્મદ અનીશ પઠાણ સુરતમાં છુપાયેલા છે. માહિતીને આધારે નવસારી પોલીસની ટીમે સુરત શહેર પોલીસની ક્રાઇમ બ્રાંચની મદદ માંગી હતી.
શનિવારે વહેલી સવારે હથિયારો સાથે નવસારી અને સુરત પોલીસની ટીમ પાલનપુર વિસ્તારમાં આવેલી દિન દયાળ સોસાયટી પાસેના શુભમ એપાર્ટમેન્ટના બીજા માળે પહોંચી હતી પોલીસે જાણતી હતી કે જેમને તે પકડવા આવી છે તે બંને આરોપી શાર્પ શૂટર છે જેથી આજુબાજુના મકાનો માં રહેતા લોકોને સુરક્ષિત જગ્યા ઉપર મોકલી આપવામાં આવ્યા હતા બુલેટ પ્રૂફ અને એકે 47 જેવા હથિયારો સાથે પોલીસ 201 નંબરના ફ્લેટમાં પ્રવેશી હતી મન્સુર અને અનીશ અટકાયત કરી પોતાની સાથે લઇ ગઇ હતી. પકડાયેલા બન્ને આરોપી રાજસ્થાનના કોટા માં થયેલી હત્યા કેસના હોવાથી રાજસ્થાન પોલીસને આરોપીઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે