કરોડોની ચોરી કેસમાં પોલીસે કર્યો આમીરની 'સરફરોજ' જેવો અખતરો! કાવડિયાનો સ્વાંગ રચી નેતાને ઝડપ્યો

હજીરા ખાતે આવેલ એલ એન્ડ ટી કંપનીના પ્રોજેક્ટ એકાઉન્ટન્ટ નિલાંજન ચક્રબોરતી દ્વારા હજીરા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, કંપનીમાંથી સ્ટીલના પાઈપની ચોરી થઈ છે. જેની કિંમત 5.87 કરોડ રૂપિયા છે. 

કરોડોની ચોરી કેસમાં પોલીસે કર્યો આમીરની 'સરફરોજ' જેવો અખતરો! કાવડિયાનો સ્વાંગ રચી નેતાને ઝડપ્યો

પ્રશાંત ઢીવરે/સુરત: સુરત હજીરા ખાતે આવેલ એલ એન્ડ ટી કંપનીમાં સ્ટેનલેસ સ્ટીલના કરોડોના પાઈપ બારોબાર વેચી મારવાના કૌભાંડમાં હજીરા પોલીસે મુખ્ય સૂત્રધાર એવા કંપનીના સ્ટોર ઈન્ચાર્જ વિવેક શર્માને ઉત્તરાખંડના ઋષિકેશથી તો અન્ય આરોપીને યુપીથી કાવડિયાનો સ્વાંગ રચી પોલીસે પકડી પાડ્યો હતો. યુપીથી પકડાયેલો મો. રિયાઝ સમાજવાદી પાર્ટીનો નેતા હોવાનું બહાર આવ્યું છે.

લાર્સન એન્ડ ટર્બો કંપનીને બે વર્ષથી એએમએનએસ કંપનીમાં એસએમપી-૩ પ્રોજેક્ટનું કામ મળ્યું છે. આ પ્રોજેક્ટના સરસામાનને એલ એન્ડ ટી કંપનીના એસએફયુસી યાર્ડમાંથી એએમએનએસ કંપનીમાં લઈ જવાય છે. દરમિયાન એલ એન્ડ ટી કંપનીના પ્રોજેક્ટ એકાઉન્ટન્ટની તપાસમાં હજીરા એલ એન્ડ ટી કંપનીના એસએફયુ સી યાર્ડમાંથી 594 મીટર લંબાઈનાં 300 એનબીના એસએસ પાઈપ નંગ- 99 અને 1284 મીટર લંબાઈ નાં 400 એનબી એસએસ પાઈપ નંગ 107 મળીને કુલ 206 પાઈપ ચોરાયા હોવાનું બહાર આવ્યું હતુ. રૂા.5.87 કરોડની પાઈપ ચોરીના કૌભાંડ અંગે હજીરા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. 

આ કૌભાંડમાં ગોડાઉન ભાડે રાખીને પાઈપને સગેવગે કરવામાં ૩ને અગાઉ પકડી લેવાયા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર એલ એન્ડ ટી કંપનીના સ્ટોર ઈન્ચાર્જ વિવેક શર્મા નાસતો-ફરતો હતો. વિવેક શર્માના અમદાવાદ રહેતા સાગરીત પવન શર્માએ ભાટપોર જીઆઈડીસીમાં ગોડાઉન 11 મહિનાના કરાર સાથે ભાડે રાખ્યું હતું. દરમિયાન હજીરા પોલીસે મુખ્ય સૂત્રધાર વિવેક ચમનલાલ શર્માને ઉત્તરાખંડના ઋષિકેશથી પકડી પાડ્યો હતો. 

જ્યારે ચોરીનો માલ ખરીદનારા આરોપી મોહમંદ રિયાઝ મોહમંદ ઈલ્યાસ ખાનને યુપીના હરદોઈથી પકડી પાડ્યો હતો. રિયાઝ સમાજવાદી પાર્ટીનો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હોવાનું પોલીસે જણાવ્યું છે. જેને પકડવા પોલીસે શ્રાવણ માસમાં કાવડિયાનો વેશ ધારણ કરવો પડ્યો હતો. હાલ પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news