Surat : રીલ્સ બનાવવા મોંઘીદાટ ધૂમ બાઈકની ચોરી કરતી રાજસ્થાની યુવકોની ગેંગ સુરતથી પકડાઈ

Surat Police : સુરત શહેરમાં મોંઘી સ્પોર્ટ્સ બાઈક ચોરતી ગેંગ ને ખટોદરા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આ ગેંગ પાસેથી ત્રણ મોંઘીદાટ ત્રણ સ્પોર્ટ્સ બાઈક પણ કબ્જે કરી છે. તમામ આરોપીઓ ખાસ સોશિયલ મીડિયામાં રીલ બનાવવા કરતા હતા

Surat : રીલ્સ બનાવવા મોંઘીદાટ ધૂમ બાઈકની ચોરી કરતી રાજસ્થાની યુવકોની ગેંગ સુરતથી પકડાઈ

Surat News ચેતન પટેલ/સુરત : સુરત શહેરમાં મોંઘીદાટ બાઇકોની ચોરી કરનાર ગેંગ ઝડપાઇ છે. એક કિશોર સહિત 4 આરોપી ઝડપાયા છે. આ ગેંગ રાજસ્થાનથી સુરત ચોરી કરવા આવતી હતી. પછી મોંઘીદાટ બાઇકની ચોરી કરી રાજસ્થાન લઈ જતા હતા. જ્યાં બાઇક ઘુમ સ્ટાઇલે ફરાવી તેની રીલ્સ બનાવતા હતા. આરોપીઓ પાસેથી રૂ 2.50 લાખની કિંમત ની 3 સ્પોર્ટ્સ બાઇક કબ્જે કરી છે. સુરત પોલીસને 3 ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે યુવા વર્ગમાં સોશ્યલ મીડિયામાં રીલ બનાવી ફેમસ થવા નો ક્રેઝ છે ત્યારે સૂરતમાં ચાર યુવાનો ફેમસ થવા અને સોશ્યલ મીડિયામાં વધુ લાઈક મેળવા માટે તેઓ સ્પોર્ટ્સ બાઈકના ચોરીના રવાડે ચઢ્યા અને તેઓ સુરતના ખટોદરા વિસ્તારમાંથી ત્રણ જેટલી સ્પોર્ટ્સ બાઈક ની ચોરી કરી અને સુરત સહીત રાજેસ્થાન જઈ સોશ્યલ મીડિયામાં રીલ બંનાવા સાથે ગામમાં શેખી મારતા હતા, ત્યારે સ્પોર્ટ્સ બાઈકની ચોરીના પગલે પોલીસેએ અલગ અલગ ટિમ બનાવી આવા બાઈક ચોર ઈસમની શોધખોળ હાથ ધરી હતી. ત્યાં પોલીસને બાતમી મળી હતી કે જે સ્પોર્ટ્સ બાઈક ચોરી થઈ છે તેવી બાઈક પર કેટલાક ઈસમો ગોકુળ નગર કચરાના પ્લાન્ટ પાસે બાઈક પર સ્ટંટ કરી રહ્યા છે અને તેઓની બાઈક સ્લીપ થતા તેઓ ઘાયલ થયા છે. પોલીસે બાતમીના આધારે તપાસ કરતા જે ઘાયલ યુવક હતા, તેમની પૂછપરછ કરતા તે જ ચોરીની સ્પોર્ટસ બાઈક હોવાનું સામે આવ્યું હતું પોલીસ એ તેમની અટકાયત કરી વધુ પૂછ પરછ હાથ ધરી હતી. 

લાત મારી એક ઝાટકે સ્ટેરીંગ લોક તોડી નાંખતા હતા અને વાયરિંગ સાથે ચેડાં કરી બાઈક સ્ટાર્ટ કરી મિનિટો માં બાઈક ચોરી ફરાર થઈ જતા હતા. ત્યારે પોલીસની પૂછપરછમાં આ તેઓ એક ગેંગ બનાવીને સુરતના અલગ અલગ વિસ્તારમાં ફરી માત્ર સ્પોર્ટ્સ બાઈક ચોરી કરતા હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું તેઓએ આ જ રીતે ત્રણ જેટલી સ્પોર્ટ્સ બાઈક ચોરીને અંજામ આપ્યાનું કબલ્યું હતું. 

સાથે જ ચોરીની સ્પોર્ટ્સ બાઈક તેમના વતન રાજસ્થાન લઇ જઈ ગામમાં શેખી મારવા સાથે તેઓ રીલ બનાવતા હોવાનું પોલીસ સમક્ષ કબલ્યું છે પોલીસ એ એક બાળગુનેગાર સહીત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આમ સોશિયલ મીડિયામાં રીલ બનાવા અને ફેમસ થવા ચોરીના રવાડે ચઢેલા આ તમામ યુવકોને હવે જેલની હવા ખાવાનો વારો આવી ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news