OMG 2 માં પંકજ ત્રિપાઠીની એન્ટ્રી પર પરેશ રાવલે આપ્યો સણસણતો જવાબ, અક્ષય કુમારને પણ માર્યો ટોણો

OMG 2: અક્ષય કુમારની ફિલ્મ OMG 2 નું ટીઝર રિલીઝ થયા પછીથી તે સતત ચર્ચામાં છે. જોકે આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયા પછી લોકો પરેશ રાવલને મિસ કરી રહ્યા છે. તેવામાં લોકોના મનમાં પ્રશ્ન પણ ઊભા થઈ રહ્યા છે કે નાસ્તિક કાનજી લાલજી મહેતા એટલે કે પરેશ રાવલ આ ફિલ્મમાં શા માટે નથી ? તેવામાં પરેશ રાવલે આ ફિલ્મમાં ન હોવાનો જે જવાબ આપ્યો હતો તે વાયરલ થવા લાગ્યો છે.

આ પણ વાંચો:

એક મુલાકાત દરમિયાન જ્યારે પરેશ રાવલને પૂછવામાં આવ્યું કે તેઓએમજીની સિક્વલમાં શા માટે નથી તો તેણે આવો જવાબ આપ્યો હતો જેને સાંભળીને લોકો પણ દંગ રહી ગયા હતા. પરેશ રાવલ એ જણાવ્યું હતું કે તેને આ ફિલ્મની સ્ટોરી પસંદ ન આવી. તે પોતાના પાત્રથી સંતુષ્ટ પણ ન હતા તેથી તેણે આ પ્રોજેક્ટ હાથમાં ન લીધો. તેણે એવું પણ કહી દીધું કે તેને આ ફિલ્મમાં તેના પાત્રમાં મજા આવતી ન હતી તેથી તેણે આ ફિલ્મ કરવાની ના કહી દીધી.

તેણે એવું કહ્યું હતું કે જો કોઈ ફિલ્મની સિક્વલ બને તો લગે રહો મુન્નાભાઈ જેવી હોવી જોઈએ. પરેશ રાવલ નો આ જવાબ હવે વાયરલ થવા લાગ્યો છે. જણાવી દઈએ કે પરેશ રાવલની જગ્યાએ આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી જોવા મળશે. પંકજ ત્રિપાઠી ઘણી વેબ સીરીઝ અને ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જાદુ દેખાડી ચૂક્યા છે. જોકે હાલ તો તેમની આગામી ફિલ્મ વિવાદમાં પડી છે અને સેંસર બોર્ડે તેની ફિલ્મની રિલીઝ પણ અટકાવી દીધી છે.
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news