સુરતનો કોરોના પોઝિટિવ યુવક ઉંઘતો ઝડપાયો, તેના કારણે 13 લોકો થયા ઘરમાં કેદ
આ યુવાનનો ટેસ્ટ પોઝિટિવ આવતા સુરત (Surat) જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 28 થઈ ગયો છે
Trending Photos
સુરત : સુરતમાં કોરોના પોઝિટિવ (Coronavirus) દર્દીનો અલગ જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ યુવાન સામાન્ય તાવની દવા લેવા સ્મીમેર હોસ્પિટલ ગયો હતો પણ તેના લક્ષણો શંકાસ્પદ જણાતા તંત્રએ ટેસ્ટ કરતા તે કોરોના પોઝિટિવ હોવાની માહિતી મળી હતી. આમ, આ યુવાન ઉંઘતો ઝડપાયો હતો. અંકુર વરસોબીવાલાનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારના પાંચ સભ્યો અને બેન્કમાંથી તેમની સાથે કામ કરતાં 13 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
આ ઘટનાની વિગતો જોઈએ તો ઉધના-ઉદ્યોગનગર સંઘ, સુરત નેશનલ કો. ઓ. બેન્કમાં ક્લર્ક તરીકે નોકરી કરતાં 32 વર્ષીય અંકુર વરસોબીવાલા સલાબતપુરા ખાતે રહે છે. અંકુરને બેન્કમાં નિયત ફરજ બાદ તાવને કારણે નબળાઈ લાગતાં સ્મીમેર હોસ્પિટલમાં ( swimmer hosptial) સામાન્ય તપાસ અને દવા લેવા ગયો હતા. તેનો કેસ શંકાસ્પદ લાગતા કોરોના ટેસ્ટ કરાયો હતો જે પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો.
અંકુરના રિપોર્ટ પછી બેન્કમાં કામકાજ અર્થે છેલ્લા એક અઠવાડિયામાં આવનાર ખાતેદારોનો પણ બેન્કના માધ્યમથી સંપર્ક કરવાનો પ્રયાસ થઇ રહ્ના છે અને તમામને હોમ ક્વોરેન્ટાઇન રહેવાની તથા તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો હોય તો તુરંત ડોક્ટર અથવા મનપાની હેલ્પલાઇન, હેલ્થ સેન્ટરોને સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે