હવે પ્રિપેઇડ કાર્ડ રિચાર્જ કરી વીજળીનો ઉપયોગ કરી શકાશે, ઘરે-ઘરે સ્માર્ટ મીટર લગાડવાની કવાયત શરૂ

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ટૂંક સમયમાં ડિજિટલ મીટરના સ્થાને 7 જિલ્લામાં ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાડવા કવાયત શરૂ કરાઇ છે. આ અંગે ડીજીવીસીએલના એમ. ડી યોગેશ ચૌધરી એ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત વીજકંપની આગામી ટૂંક સમયમાં ડિજિટલ મીટરના સ્થાને 7 જિલ્લામાં ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાડશે. 

હવે પ્રિપેઇડ કાર્ડ રિચાર્જ કરી વીજળીનો ઉપયોગ કરી શકાશે, ઘરે-ઘરે સ્માર્ટ મીટર લગાડવાની કવાયત શરૂ

ઝી બ્યુરો/સુરત: હવે મોબાઈલની જેમ વીજળીના વપરાશ માટે પણ પ્રિપેઈડ કાર્ડ વાપરવામાં આવશે. મોબાઈલ માટે નહિ પરંતુ સ્માર્ટ મીટર માટે સીમ કાર્ડ વપરાશે. સ્માર્ટ મીટરમાં મોબાઈલની જેમ પ્રિપેઈડ કાર્ડ રિચાર્જ કરી વીજળીનો ઉપયોગ કરી શકાય તેવી સુવિધા દક્ષિણ ગુજરાત વીજકંપની દ્વારા ઊભી કરાઇ છે.

વીજ ધારકો હવે પ્રિપેઇડ કાર્ડથી વીજળી ખરીદી ઉપયોગ કરી શકશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ટૂંક સમયમાં ડિજિટલ મીટરના સ્થાને 7 જિલ્લામાં ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાડવા કવાયત શરૂ કરાઇ છે. આ અંગે ડીજીવીસીએલના એમ. ડી યોગેશ ચૌધરી એ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત વીજકંપની આગામી ટૂંક સમયમાં ડિજિટલ મીટરના સ્થાને 7 જિલ્લામાં ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાડશે. 

ડીજીવીસીએલના કાર્યક્ષેત્રના સાત જિલ્લાના 36 લાખ વીજગ્રાહકો પૈકી પ્રથમ ફેસમાં 18 લાખ એટલે કે 50 ટકા વીજગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવાની ઝુંબેશ હાથ ધરાશે. તેમાં પણ સુરત અને તાપી જિલ્લાથી શરૂઆત કરી તબક્કાવાર રીતે નવસારી,નર્મદા વલસાડ સહિતના જિલ્લાઓના તમામે તમામ વીજ ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાડાશે. આ સ્માર્ટ મીટરમાં મોબાઈલની જેમ પ્રિપેઇડ કાર્ડ રિચાર્જ કરી વીજળીનો ઉપયોગ કરી શકાય તેવી સુવિધા છે. એટલે કે આવનારા દિવસોમાં પ્રિપેઇડ કાર્ડથી વીજળી ખરીદી ઉપયોગ કરવાની નીતિ અમલમાં મૂકવામાં આવશે. જેના ભાગરૂપે તાત્કાલિક ધોરણે વીજગ્રાહકોને ત્યાં આ સિસ્ટમ લાગુ કરી દેવાશે. મોબાઈલ એપ્લિકેશતથી વીજળીની માહિતી મળશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે સ્માર્ટમીટર લાગી ગયા બાદ વીજગ્રાહકો મોબાઈલ કંપનીઓ જેમ વપરાશ અંગેની મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી માહિતી મેળવી શકશે. રોજેરોજ કેટલા યુનિટ વપરાયા તે અંગેની માહિતી મેળવી શકાશે. આ ઉપરાંત પ્રિપેઈડ મીટર અંગેની સિસ્ટમ લાગુ થયા બાદ કેટલા રૂપિયાનું રિચાર્જ કરાવ્યું તેમાંથી કેટલા રૂપિયા જમા છે. તેમજ મોબાઈલ એપ્લિકેશનથી રિચાર્જ પણ કરાવી શકાશે. હાલમાં રાજ્યની ચારે ચાર વીજકંપનીના વીજ ગ્રાહકો પૈકી પ૦ ટકા વીજ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવા મુદ્દે ટેન્ડર ઈશ્યૂ કરવામાં આવ્યા છે. 

આ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંભવતઃ જૂન ૨૦૨૩ પછી ગમે ત્યારે સ્માર્ટ મીટર લગાડવાનો આરંભ કરી દેવાશે. સ્માર્ટ મીટરમાં વીજચોરી કરનારાઓની માહિતી તો મળી જશે. પરંતુ શિળાયો. ઉનાળો અને ચોમાસાની સિઝનમાં કયા વિસ્તારમાં કેટલો વીજલોડની જરૂરિયાત છે. તેની સચોટ માહિતી મળી રહેશે. જેથી કરીને સિઝન બદલાઈ ત્યારે વીજલોડ મેન્ટેન કરવામાં ડીજીવીસીએલને સરળતા રહેશે.

ઉત્તરપ્રદેશ અને બિહારની જેમ ગુજરાતમાં પણ મોબાઈલની જેમ પ્રિપેઇડ કાર્ડથી વીજળી ખરીદવી પડશે એ દિવસ દૂર નથી. સરકારે સ્માર્ટ મીટરના નામે ડિજિટલ વીજ મીટર બદલવાનો તખ્તો ગોઠવી દીધો છે, સ્માર્ટ મીટરના નામે રાજ્યના તમામ ઘરે ઘરે પ્રિપેઈડ કાર્ડવાળા મીટર લગાડી દેવાશે. દરેક ઘરે વીજમીટર લાગી ગયા બાદ સંભવતઃ પ્રિપેઈડ કાર્ડથી વીજળીના વપરાશની સિસ્ટમ રાજ્યભરમાં અમલી બનાવી દેવાશે. 

આ સિસ્ટમ લાગુ થયા બાદ જે રીતે મોબાઈલ રિચાર્જ કરાવ્યો હોય તેટલા દિવસ ચાલે તેવી જ રીતે રિચાર્જ કરાવ્યા બાદ યુનિટદીઠ ચાર્જ કપાશે, બેલેન્સ પુરું થયા બાદ વીજ ગ્રાહકોએ રિચાર્જ કરાવવું પડશે. રિચાર્જ નહીં કરાવો તો વીજપ્રવાહ બંધ થઈ જશે.જેથી સૌથી પહેલા સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લાગશે.એટલુજ નહિ સ્માર્ટ મીટર વીજચોરી અટકાવવા સાથે વીજપ્રવાહ બંધ થઈ જાય તો તેની તાત્કાલિક માહિતી આપી દેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news