સુરતમાં માંડ માંડ બે મોટી દુર્ઘટના ટળી! એક જ રાતમાં 2 કંપનીઓમાં ભીષણ આગ, લાખોનું નુકસાન
સુરત જિલ્લાની જી.આઈ.ડી.સી માં અવાર નવાર આગની ઘટના સામે આવતી હોય છે. મોડી રાત્રે અને વહેલી સવારે આગ એક જ રાત્રીમાં બે કંપનીમાં આગની ઘટના બની હતી. માંગરોળના પાલોડ અને માંગરોળ GIDC વિસ્તારમાં આગ ઘટના સામે આવી હતી.
Trending Photos
સંદીપ વસાવા/સુરત: સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આખી હતી. માંગરોળ તાલુકામાં એક જ રાત્રીમાં બે કંપનીમાં આગ લાગી હતી. આગ મેં પગલે બન્ને કંપનીમાં મોટું નુકસાન થયું હતું. એક કંપનીમાં સોલાર પેનલમાં શોર્ટ સર્કિટના કારણે તેમજ અન્ય કંપનીમાં બોઇલર ફાટવાના કારણે આગ લાગી હતી. 7 જેટલી ફાયરની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો.
સુરત જિલ્લાની જી.આઈ.ડી.સી માં અવાર નવાર આગની ઘટના સામે આવતી હોય છે. મોડી રાત્રે અને વહેલી સવારે આગ એક જ રાત્રીમાં બે કંપનીમાં આગની ઘટના બની હતી. માંગરોળના પાલોડ અને માંગરોળ GIDC વિસ્તારમાં આગ ઘટના સામે આવી હતી. મોડી રાત્રે નવાપુરા જી.આઈ.ડી.સી આવેલ કરુણાનિધિ ટેક્સ નામની ડાઈગ મિલમાં આગ લાગી હતી. બોઇલર નો પાઇપ લીક થતા આહ લાગી હતી.
જ્યારે વહેલી સવારે રામચંદ્રદયા ભાઈ ફેબ પ્રા.લી. કંપનીમાં આગ લાગી હતી. ટેરેસ પાર મૂકવામાં આવેલ સોલાર પેનલમાં કોઈક કારણસર આગ લાગી હતી. સોલાર પેનલમાં લાગેલ ખુબજ વિકરાળ બની હતી. જેને પગલે કંપની માં મુકેલ માલ સમાન અને મશીનરીમાં આગ લાગી હતી. જેના પગલે તમામ માલ સમાન બળીને રાખ થઈ ગતો હતી.
મહત્વનું છે કે આગ ખુબ જ વિકરાળ હોવાને કારણે પાલોદ, સુમિલોન, સુઝેન, એસ.એમ.સી સહિત 7 જેટલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કલાકોની ભારે જહેમત બાદ આગ કાબુ લીધી હતી અને કુલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. વિકરાળ આગની ઘટના કંપની સંચાલકોને મોટું નુકસાન પહોંચ્યું હતુ. ફાયરની તેમજ તંત્ર દ્વારા તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આગના ચોક્કસ કારણો માટે તપાસ હાથ ધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે