સુરતમાં આજે કોરોનાના નવા 25 કેસ પોઝિટિવ આવ્યા, સૌથી વધુ લિંબાયત વિસ્તારમાં
Trending Photos
ઝી મીડિયા/સુરત :સુરતમાં કોરોનાના નવા 25 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં સૌથી વધુ સુરતના લિંબાયત વિસ્તારમાં કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. આ સાથે જ સુરતમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 824 પર પહોંચી ગઈ છે. તો આજે સુરતમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યું છે. લિંબાયતના 65 વર્ષીય કોરોના પોઝિટિવ દર્દી બીસ્મિલ્લાહ ખાન પઠાણ નામના આધેડનું મોત નિપજ્યું છે. તો સુરતમાં કુલ મૃતયાંક 38 છે. જેમાં 1 ગ્રામ્યનો છે. આજ રોજ વધુ 26 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.
ચાર દિવસથી અમદાવાદમાં નવા કેસમાં થઈ રહ્યો છે ઘટાડો
સુરતનો મહુવા તાલુકો કોરોના મુક્ત બન્યો
સુરત જિલ્લાના મહુવા તાલુકા માટે આજે સારા સમાચાર મળ્યા હતા. મહુવા તાલુકાના કોરોના વાયરસના સાત કેસ પોઝિટિવ આવ્યા હતા. મહુવા તાલુકાના આવેલ પોઝિટિવ કેસના તમામ સાતેય દર્દીઓએ કોરોનાને માત આપી હતી. તમામને આજરોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ, મહુવા તાલુકો કોરોના મુક્ત તાલુકો બન્યો છે.
સુરતમાં આજે લોકડાઉનના ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા હતા. ખુદ પોલીસ લોકોના ટોળા વચ્ચે ફરી રહી હોવાનું દેખાયું હતું. સુરતના નાનપુરા કૈલાશનગર ખાતે આ ઘટના બની હતી. ડોકટર અને પોલીસના સ્વાગતનો કાર્યક્રમ યોજાયો હતો. લોકડાઉન સમયે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. સોશિયલ ડિસ્ટન્સની પણ ઐસીતૈસી કરાઈ હતી.
20 વર્ષથી તરસે મરે છે ગુજરાતનું આ ગામ, 15 કિમી દૂરથી લાવવું પડે છે પાણી
સુરતમાં ખેડૂતોના કેરીનો પાક ન બગડે તે માટે પાલિકા દ્વારા નિર્ણય લેવાયો હતો. હવે લોકડાઉનમાં ખેડૂતો સહકારી મંડળીને પોતાનો કેરીનો પાક વેચી શકશે. તોલીને નહિ, પરંતુ માત્ર કેરેટથી જ કેરીનો જથ્થો આપવા પાલિકા કમિશનરે ખેડૂતોને સૂચના આપી છે. કારણે કે, સુરતમાં પણ શાકભાજીના વિક્રેતાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યાં છે. પાલિકા કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એપીએમસી અને શાકભાજીની લારીઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે છે. સંક્રમણ ન વધે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે