મુકેશ દલાલ જ નહીં આ પહેલાં પણ કોંગ્રેસનું થઈ ચૂક્યું છે 'મોયે મોયે', સગાભાઈએ જ આપ્યો હતો દગો
Gujarat Politics News: ગુજરાતમાં સુરત લોકસભા બેઠક બિનહરીફ જીતીને ભાજપે રાજ્યમાં કોંગ્રેસને બેકફૂટ પર ધકેલી દીધી છે. સુરત લોકસભા બેઠક 1984થી ભાજપ પાસે છે. રાજ્યમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ અપક્ષ ઉમેદવારે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડ્યા વિના જીતી ગયા હોય. સુરતમાં ભાજપની પ્રથમ જીતથી એ તમામ મામલાઓ હાઈલાઈટમાં આવી ગયા છે.
Trending Photos
Gujarat Politics News: કોંગ્રેસના નસીબ હંમેશાં તેના કરતાં 4 ડગલાં આગળ ચાલે છે. સામાન્ય ભૂલો પણ ભારે પડી જાય છે. ગુજરાતના સુરતમાં ભાજપે બિનહરીફ જીત મેળવીને સૌને ચોંકાવી દીધા છે. મુકેશ દલાલ ભાજપમાંથી બિનહરીફ ચૂંટાયેલા લોકસભાના પ્રથમ સાંસદ બન્યા છે, ગુજરાતના રાજકારણમાં આ પહેલાં પણ કેટલીક રસપ્રદ ઘટનાઓ બની છે. ત્યારે પણ ઘણો હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. કુંભાણીમાં કોંગ્રેસે ઉમેદવાર પર મૂકેલો ભરોસો ભારે પડી ગયો છે. કુંભાણીએ દાવ ખેલ્યો હોવાની ચર્ચા છે. બની શકે કે થોડા દિવસોમાં જ કુંભાણી ભાજપમાં જોવા મળે...
ગુજરાતમાં સુરત લોકસભા બેઠક બિનહરીફ જીતીને ભાજપે રાજ્યમાં કોંગ્રેસને બેકફૂટ પર ધકેલી દીધી છે. સુરત લોકસભા બેઠક 1984થી ભાજપ પાસે છે. રાજ્યમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ અપક્ષ ઉમેદવારે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડ્યા વિના જીતી ગયા હોય. સુરતમાં ભાજપની પ્રથમ જીતથી એ તમામ મામલાઓ હાઈલાઈટમાં આવી ગયા છે. જે ફોર્મ ભરતાંની સમયે ભજવાયા હતા. સુરતમાં મુકેશ દલાલની જીત બાદ ભાજપ ઉત્સાહમાં છે.
કંચન જરીવાલા કેસ
2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાનો મામલો પણ આવો જ હતો. કંચન જરીવાલાએ સગા ભાઈના સમર્થનથી સુરત પૂર્વમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે, બાદમાં તેમના ભાઈએ રિટર્નિંગ ઓફિસરને જણાવ્યું કે તેમણે નોમિનેશન ફોર્મ પર સહી કરી નથી. આ કારણે જરીવાલાનું ફોર્મ નામંજૂર થઈ શક્યું હોત પણ કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલા અને તેમના સમર્થકો એક્શનમાં આવી ગયા હતા અને કલેક્ટર કચેરી બહાર ધરણા શરૂ કર્યા હતા.
રદ નહોતું થયું નામાંકન...
ત્યારે પણ ઘણો હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ત્યારે આમ આદમી પાર્ટીએ સુરત (પૂર્વ)થી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર અરવિંદ શાંતિલાલ રાણાને ટાર્ગેટ કર્યા હતા.ત્યારબાદ સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે ઉમેદવારી નોંધાવતી વખતે જરીવાલાના ભાઈ હાજર હતા. આ ડ્રામા છ કલાક સુધી ચાલતો રહ્યો અને અંતે જરીવાલાનું ફોર્મ આરઓએ સ્વીકાર્યું અને મામલો થાળે પડ્યો. જોકે, બાદમાં કંચન જરીવાલાએ પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું અને અરવિંદ રાણાનો વિજય થયો હતો.
કોંગ્રેસ નહોતી આપી શકી મેન્ડેટ..
2012ની વિધાનસભા ચૂંટણીમાં હાઇ વોલ્ટેજ ડ્રામા થયો હતો. ભાજપ છોડ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી હતી. તે વિસાવદરથી જીપીપીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. તેમની સ્પર્ધા ભાજપના કનુભાઈ ભાલાળા સામે હતી, જેઓ તે સમયે ભાજપના ધારાસભ્ય હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસ તેના ઉમેદવારને સમયમર્યાદા પહેલા મેન્ડેટ આપી શકી ન હતી. આ ચૂંટણીમાં કેશુભાઈ પટેલનો 40 હજાર મતોથી વિજય થયો હતો. ત્યારે કોંગ્રેસના ઉમેદવારને પાર્ટી તરફથી મળેલો મેન્ડેટ લેટર લઈને અન્ય એક વ્યક્તિ ભાગી ગયો હોવાનું બહાર આવ્યું હતું. કોંગ્રેસમાંથી ઉમેદવાર બનાવાયેલા રતિભાઈ માંગોરાળીયા કલેક્ટર કચેરીમાં અધિકૃત ઉમેદવારી માટેના કાગળો જમા કરવા જતા હતા ત્યારે આ ઘટના બની હતી.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો વિજય થયો હતો
2017ની ચૂંટણીમાં ગુજરાતના અમદાવાદની ધોળકા વિધાનસભા બેઠક પરથી ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો વિજય થયો હતો. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિનભાઈ રાઠોડને 327 મતોથી હરાવ્યા હતા. હાઈકોર્ટે આ ચૂંટણીમાં 429 પોસ્ટલ બેલેટ વોટને અમાન્ય જાહેર કર્યા હતા. ભૂપેન્દ્રસિંહ ચડાસમા રાજ્ય સરકારમાં શિક્ષણ મંત્રી બન્યા. જ્યારે પાર્ટીએ 2022 માં નો રિપીટ થિયરી લાગુ કરી, ત્યારે તેઓ ફરીથી સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા હતા.
પરિણામના દિવસે નિધન થયું
2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર સવિતા ખાંટ મોરવા હડફ બેઠક પરથી જીત્યા હતા. પરિણામના દિવસે તેમનું અવસાન થયું. તેમણે બીજાભાઈ ડામોરને હરાવ્યા હતા. બાદમાં પેટા ચૂંટણી યોજાઈ ત્યારે નિમિષાબેન સુથારનો વિજય થયો હતો. જેમાં સવિતા ખાંટના પુત્રને હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપે બેઠક કબજે કરી હતી.
દીકરો જીત્યો પણ...
2017ની ચૂંટણીમાં તેમના પુત્ર ભૂપેન્દ્ર સિંહ ખાંટ અપક્ષ તરીકે જીત્યા હતા. તેમણે ભાજપના વિક્રમ સિંહ રામ સિંહ ડીંડોરને હરાવ્યા હતા પરંતુ અનુસૂચિત જનજાતિના કથિત નકલી જાતિ પ્રમાણપત્રને કારણે ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. તેમણે આ કાર્યવાહીને હાઈકોર્ટમાં પડકારી હતી. ખાંટનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુને કારણે 2021માં પેટાચૂંટણી થઈ અને ત્યારબાદ ભાજપના ઉમેદવાર નિમિષા સુથારે ચૂંટણી જીતી. નિમિષા સુથાર 2022માં ફરી ચૂંટાઈ આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે