સુરત: કોરોનાના કહેર વચ્ચે રત્નકલાકારો બેહાલ, 70 રત્નકલાકારોનો પગાર બાકી
Trending Photos
સુરત : કોરોના મહામારીમાં હીરા ઉદ્યોગની સ્થિતી સૌથી વધારે વિપરિત છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં કોરોના સંક્રમણ વધતા તબક્કાવાર સમગ્ર ઉદ્યોગ ભાંગી પડ્યો હતો. મોટા ભાગની હીરાની ઘંટીઓ બંધ છે. જેના કારણે રત્નકલાકારોની સ્થિતી કફોડી થઇ છે. શક્તિ ડાયમંડના માલિક 70 રત્નકલાકારોનો પગાર બાકી રાખીને ફરાર થઇ ગયો છે.
વરાછાના મિની બજાર ખાતે શક્તિ ડાયમંડ આવેલી છે. લોકડાઉન થતા રત્નકલાકારોનો એક મહિનાન પગાર બાકી છે. દરમિયાન લોકડાઉન બાદનો એક મહિનાનો પણ પગાર બાકી છે. જો કે છેલ્લા અઠવાડીયાથી માલિકનો ફોન બંધ આવે છે. જ્યારે મેનેજર માત્ર આશ્વાસન આપે છે. પગાર ટુંક સમયમાં થઇ જશે મારો પણ બાકી છે તેવી સાંત્વના આપે છે.
રત્નકલાકાર વિકાસ સંઘના જયસુખ ગજેરાએ જણાવ્યું કે, રત્નકલાકારોનો પગાર બાકી રાખીને કંપનીનો માલિક ફરાર થઇ ચુક્યો છે. તેવી રજુઆત લઇને રત્નકલાકારો આવ્યા છે. માલિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જો તે નહી માને તો અથવા માલિકે ઉઠમણું કર્યું તેવી શક્યતા દેખાઇ રહી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અને લેબર વિભાગમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે