સુરત: સાળાના ઝગડામાં વચ્ચે પડેલ બનેવીની ચપ્પુના ઘા ઝીકી હત્યા, 3 ઝડપાયા

સિંગણપોર લીંક રોડ પર ખોડીયાર ગેરેજ પાસે સાળાને ચાર યુવાનો માર માર્યો હતો. જેને છોડાવવા માટે વચ્ચે પડેલા બનેવીને હુમલાખોરોએ ઢોર માર માર્યો હતો. પેટ અને છાતિ તથા પગનાં ભાગે ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી ભાગી ગયા હતા. છુટક મજુરી કરીને ગુજરાન ચલાવતા સુનિલ નંદનવરની હત્યાની પોલીસે તપાસ હાથ ધરી છે. 
સુરત: સાળાના ઝગડામાં વચ્ચે પડેલ બનેવીની ચપ્પુના ઘા ઝીકી હત્યા, 3 ઝડપાયા

સુરત : સિંગણપોર લીંક રોડ પર ખોડીયાર ગેરેજ પાસે સાળાને ચાર યુવાનો માર માર્યો હતો. જેને છોડાવવા માટે વચ્ચે પડેલા બનેવીને હુમલાખોરોએ ઢોર માર માર્યો હતો. પેટ અને છાતિ તથા પગનાં ભાગે ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી ભાગી ગયા હતા. છુટક મજુરી કરીને ગુજરાન ચલાવતા સુનિલ નંદનવરની હત્યાની પોલીસે તપાસ હાથ ધરી છે. 

જેમાં ગણતરીનાં કલાકોમાં જ હુમલાખોર આરોપી કેતન આહીરે, ભાવેશ રાઠોડ, હેમંત પટેલ અને વિજય પરમાર પૈકી 3 આરોપીઓને ઝડપી લીધા છે. હાલ પોલીસે આરોપીઓની પુછપરછ આદરી છે. હત્યા કરવાનો ઉદ્દેશ્ય સહિતના કારણોની તપાસ ચાલી રહી છે. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સિંગણપોર બાપા સીતારામના મંદિર પાસે બજરંગ સોસાયટીમાં રહેતા સુનીલ મુરલીધર નંદનવર છુટક મજુરી કામ કરે છે, સુનીલ બુધવારે રાત્રે નવેક વાગ્યે લીંક રોડ ખોડીયાર ગેરેજ પાસે બેઠો હતો. તેમ વખતે તેનાં સાળા કિશનને મહોલ્લામાં રહેતા કેતન વામ, ભાવેશ રાઠોડ, હેમંત સુરેશ પટેલ અને વિજય પરમાર કોઇ બાબતે ઝગડો કરીને માર મારવા લાગ્યા હતા. જો કે બબાલ થતા બનેવી પણ વચ્ચે પડ્યા હતા. સુનિલ નંદનવર તેને છોડાવવા માટે વચ્ચે પડતા આરોપીઓ તેને પણ ઢીક્કા મુક્કીનો માર મારવા લાગ્યા હતા. ત્યાર બાદ છાતિ, પેટ તથા પગના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી લોહી લુહાણ કરી નાખ્યો હતો. 

સુનીલને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો. જો કે સુનિલને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. ચોકબજાર પોલીસને જાણ થતા કલ્પેશ કંચન રાઠોડની ફરિયાદ લઇને હત્યાનો ગુનો દાખલ કરી રાતોરાત હત્યાનાં 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. હાલ આરોપીઓએ હત્યા શા માટે કરી તે સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news