સાવધાનઃ કેરી કરી રહી છે તમારા શરીરને ખલાસ, સુરતના આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા, પછી...
સુરતના જાણીતા ફૂટ માર્કેટ એમ જી માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં કાર્બાઇડનો ઉપયોગ કરીને કેરી પકવતા વેપારીઓને નોટિસ ફટકારી, કેરીના જથ્થાનો નાશ કર્યો હતો.
Trending Photos
ઝી ન્યૂઝ/સુરત: ઉનાળાની શરૂઆતથી સાથે માર્કેટમાં કેરી આવવાની શરૂઆત થઈ ગઈ છે.પરંતુ તે પહેલાં ઉનાળા ની શરૂઆત ની સાથે પડેલા માવઠાને કારણે કેરીના પાકને પણ નુકશાન થયુ છે. ત્યારે હાલ માર્કેટમાં કેરીના વેચાણને પગલે સુરત આરોગ્ય વિભાગ દ્વારા કરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી ચેકિંગ કરવામાં આવ્યું હતું.
સુરતના જાણીતા ફૂટ માર્કેટ એમ જી માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં કાર્બાઇડનો ઉપયોગ કરીને કેરી પકવતા વેપારીઓને નોટિસ ફટકારી, કેરીના જથ્થાનો નાશ કર્યો હતો. સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલા એમજી માર્કેટ ફ્રુટ માર્કેટ તરીકે જાણીતું છે.
આખું વર્ષ અહી સીઝનમાં આવતા ફ્રૂટનું મોટાપાયે વેચાણ થાય છે ત્યારે હાલ કેરીની સીઝન આવતાની સાથે જ અહીં વેપારીઓ મોટા પ્રમાણમાં કેરીનું વેચાણ કરી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને આજરોજ સુરત આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અને કેરીને પકવવા માટે જે રસાયણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે વિશે તપાસ હાથ ધરાઈ હતી.
કેટલીક વાર ફ્રુટના વેપારીઓ જયારે કેરીનો પાક આવવાનો શરૂ થાય છે, ત્યારે કાચી કેરીને ઝડપથી પકાવવા માટે કાર્બાઇડનો ઉપયોગ કરતા હોય છે. જે સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે. જેને યાનમાં રાખીને આરોગ્ય વિભાગ આવા વિક્રેતાઓ પર નજર રાખી કાર્યવાહી કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે