સુરતમાં શિક્ષણ મંત્રીએ માનવતા મહેકાવી! સરથાણા રિંગરોડ પર કર્યું એવું કામ કે તમે પણ બોલશો વાહ...

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ફરી એકવાર માનવીય સંવેદનાની પ્રતીતિ કરાવતા સરથાણા રિંગરોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પોતાની કારમાં બેસાડી ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી હતી.

સુરતમાં શિક્ષણ મંત્રીએ માનવતા મહેકાવી! સરથાણા રિંગરોડ પર કર્યું એવું કામ કે તમે પણ બોલશો વાહ...

ઝી બ્યુરો/સુરત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની માનવીય સંવેદના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં અકસ્માતમાં ઘાયલ થયેલી મહિલાને શિક્ષણ મંત્રીએ પોતાની કારમાં બેસાડી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર અપાવી છે. સમયસર સારવાર મળતા મહિલાની તબિયત સુધારા પર છે. મહિલાના પરિવારજનોએ મંત્રી અને હોસ્પિટલ સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી.

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ફરી એકવાર માનવીય સંવેદનાની પ્રતીતિ કરાવતા સરથાણા રિંગરોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પોતાની કારમાં બેસાડી ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી હતી. મહિલાને કોઈ અજાણ્યા કારચાલકે ટક્કર મારતા હાથ પગ અને માથા પર ઈજા થઈ હતી. લોહીલુહાણ હાલતમાં રસ્તા પર કણસતા હતા એ દરમિયાન સરથાણા રિંગરોડ પરથી પસાર થઈ રહેલા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ટોળું એકત્ર થયેલું જોતા ગાડી થંભાવી હતી અને એક પણ ક્ષણની રાહ જોયા વગર પોતાના સરકારી વાહન મારફતે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલમાં જાતે લઈ ગયા હતા.

એમ્બ્યુલન્સ આવતા 10 મિનિટનો સમય લાગે એમ હોવાથી મહિલાને ઝડપી સારવાર મળી રહે એ માટે શિક્ષણ રાજ્યમંત્રીએ અગત્યનું કામ પડતું મૂકી મહિલાને પોતાના વાહનમાં હોસ્પિટલ પહોંચાડી મહિલાની સારવાર શરૂ કરાવી. સમયસર સારવાર મળતા મહિલાની તબિયત સુધારા પર છે. મહિલાના પરિવારજનોએ મંત્રી અને હોસ્પિટલ સ્ટાફનો આભાર પ્રગટ કર્યો હતો.

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તમામ લોકોએ આ પ્રકારની ઘટનાઓમાં તાત્કાલિક અસરથી લોકોની મદદ કરવી જોઈએ અને તેમણે કોઈ ઉપકારનું કાર્ય કર્યું નથી. ભગવાને આ કાર્ય કરવા નિમિત બનાવ્યો છે અને તેમણે ફરજ નિભાવી છે. તેમની ફરજ છે કે તેઓ લોકોની સેવા કરે અને આ મહિલાની સેવા કરીને કોઈ ઉપકાર કર્યો નથી તેમ જણાવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news