દારૂ ઢીંચીને ગાડી ચલાવનારે કારચાલકે 5 લોકોને અડફેટે લીધા, એકનું મોત, 8 વર્ષનો બાળક 5 ફૂટ દૂર ઉછળ્યો

Surat Accident News : સુરતના સરથાણામાં 5 લોકોને અડફેટે લેનાર પકડાયો.. નશાની હાલતમાં અકસ્માત સર્જ્યાની કબુલાત.. અકસ્માતમાં થયું હતું વૃદ્ધાનું મોત..

દારૂ ઢીંચીને ગાડી ચલાવનારે કારચાલકે 5 લોકોને અડફેટે લીધા, એકનું મોત, 8 વર્ષનો બાળક 5 ફૂટ દૂર ઉછળ્યો

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના સરથાણા વિસ્તારમાં નશામાં ચૂર કારચાલકે રિક્ષા, બાઈક અને ત્રણ રાહદારીને અડફેટે લેતાં જેમાં વૃદ્ધાનું સ્થળ પર જ મોત નિપજ્યું છે.જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ દાખલ કરવામા આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સરથાણા પોલીસે સમગ્ર મામલે કાર ચાલક જિતેન્દ્ર માલવિયાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના સરથાણા જકાતનાકા પાસે રહેતા ૬૫ વર્ષીય ગૌરીબેન જીવરાજ ધોળકિયા સરથાણા જકાતનાકા સ્વસ્તિક ટાવર પાસેથી પસાર થતા હતા તે વેળા નશામાં ચૂર કારચાલકે અડફેટે લીધા હતા. જેમાં કારચાલકે વૃદ્ધ ગૌરીબેન તથા રિક્ષા અને બાઈક સહિત પાંચને ટક્કર મારી હતી. અકસ્માતને પગલે વૃદ્ધા અને ૮ વર્ષીય બાહુ રવજી રાજપુતિયાને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાને પગલે ગૌરીબેનનું મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.હાલ બાળકની સારવાર સ્મીમેર હોસ્પિટલમાં ચાલી રહી છે. બીજા તરફ અકસ્માતને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.

અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવીમાં કારચાલક પુરપાટ ઝડપે આવીને બાઈક, રિક્ષા અને રાહદારીઓને અડફેટે લેતા દેખાઈ આવે છે. સરથાણા પોલીસને જાણ થતા ટીમ આ મામલે સ્થળ પર પહોંચી હતી. સરથાણા પોલીસે 35 વર્ષીય જિતેન્દ્ર જસવંત માલવિયા ની અટકાયત કરી હતી. સાથે જ મૃતક ગૌરીબેનના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.કાર અડફેટે આઠ વર્ષીય બાળક પાંચ ફૂટ દૂર ફંગોળાયું હતું સરથાણા સ્વસ્તિક ટાવર પાસે બેફામ બનેલા કારચાલકે સર્જેલા અકસ્માતમાં એક વૃદ્ધાનું મોત થયું હતું. જ્યારે ૮ વર્ષીય બાળક અને અન્ય બેને ઈજા પહોંચી હતી.

બાળકને ગંભીર ઈજા પહોંચી હોવાથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે અન્યને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જણાયું હતું.8 વર્ષીય બાહુ અન્ય બાળક સાથે પગપાળા સ્વસ્તિક ટાવર પાસેથી પસાર થતો હતો ત્યારે કારે ટક્કર મારી હતી. જેથી બાહુ પાંચ ફૂટ ઊંચો ફંગોળાયો હતો. જેને શરીરના વિવિધ ભાગમાં ઈજા પહોંચી હતી.નશામાં બ્રેકની જગ્યા પર એક્સિલેટર દબાઈ ગયું હોવાની આરોપીની કબૂલાત કરી છે.

સરથાણા સર્જાયેલા આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં આવી હતી. પોલીસે સીસીટીવીની ચકાસણી હાથ ધરી છે. સાથેજ સરથણા પોલીસ મથકે લાવેલા કાર ચાલકની પુછપરછ કરી હતી. જેમાં કાર ચાલક જીતેન્દ્ર માલવીયા મિત્રને કેનાલ રોડ પર મુકવા જતો હતો અને નશામાં બ્રેકની જગ્યા પર એક્સિલેટર દબાઈ ગયું હોવાની કબુલાત કરી હતી. પોલીસે સમગ્ર ઘટના મામલે આરોપી કાર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news