અબજોનું સામ્રાજ્ય ધરાવતા આ ભારતીય અબજપતિનો મોહમ્મદ અલી ઝીણા સાથે છે ખાસ નાતો
નુસ્લી વાડિયા ભારતીય ઉદ્યોગજગતની જાણીતી હસ્તી છે. તેઓ વાડિયા ગ્રુપના ચેરમેન છે. તેમણે આંત્રપ્રિન્યોરશીપ અને ઈનોવેશનનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. વાડિયાનો વારસો ખુબ જૂનો છે જે 1736થી ચાલતો આવ્યો છે. તેમના પરિવારે દશના અલગ અલગ ઉદ્યોગોને આગળ વધારવામાં મોટો ભાગ ભજવ્યો છે.
Trending Photos
નુસ્લી વાડિયા ભારતીય ઉદ્યોગજગતની જાણીતી હસ્તી છે. તેઓ વાડિયા ગ્રુપના ચેરમેન છે. તેમણે આંત્રપ્રિન્યોરશીપ અને ઈનોવેશનનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. વાડિયાનો વારસો ખુબ જૂનો છે જે 1736થી ચાલતો આવ્યો છે. તેમના પરિવારે દશના અલગ અલગ ઉદ્યોગોને આગળ વધારવામાં મોટો ભાગ ભજવ્યો છે. વર્ષ 1944માં પ્રતિષ્ઠિત વાડિયા પરિવારમાં નુસ્લીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ નેવિલ વાડિયા હતું. તેઓ જાણીતા ઉદ્યોગપતિ હતા. નેવિલ પાસેથી જ નુસ્લીને બિઝનેસના ગુણ અને પરોપકારની પરંપરા વારસામાં મળ્યા હતા. નેવિલ વાડિયાના લગ્ન પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની એકમાત્ર દીકરી દીના સાથે થયા હતા. આ રીતે જોઈએ તો ઝીણા નુસ્લીના નાના થાય.
પોતાની શાનદાર કરિયર દરમિયાન નુસ્લી વાડિયાએ બોમ્બે ડાઇંગ, બ્રિટાનીયા, અને ગો ફર્સ્ટ જેવી પ્રસિદ્ધ બ્રાન્ડ્સ સાથે વાડિયા ગ્રુપને અભૂતપૂર્વ ઉંચાઈ પર પહોંચાડ્યું. પડકારોનો સામનો કરવા છતાં વાડિયાનું નેતૃત્વ મજબૂત રહ્યું છે. તેમને વ્યાપક પ્રશંસા પણ મળી છે.
પરિવારમાં કોણ
બિઝનેસના ધૂરંધર એવા નુસ્લી વાડિયાનું અંગત જીવન પણ શાનદાર છે. નુસ્લી વાડિયાના લગ્ન પૂર્વ એર હોસ્ટેસ મોરિન સાથે થયા હતા. મોરિન વાડિયા બાદમાં ગ્લેડરેગ્સ મેગેઝીનના માલિક બન્યા. તેમના બે પુત્ર છે નેસ અને જાહ વાડિયા. ફોર્બ્સના જણાવ્યાં મુજબ નુસ્લી વાડિયાની કુલ સંપત્તિ 4.3 અબજ ડોલર છે. તેમની સંપત્તિ મુખ્ય રીતે વાડિયા ગ્રુપની અંદર તમની નેતૃત્વકારી ભૂમિકા અને વિવિધ રોકાણોથી ઉપજેલી છે.
કયા કયા ક્ષેત્રોમાં છે વાડિયા ગ્રુપ
વાડિયા ગ્રુપ ભારતની પહેલી બહુરાષ્ટ્રીય કોર્પોરેશનોમાંથી એક છે. આ ગ્રુપ એફએમસીજી, રિયલ એસ્ટેટ, કપડાં, રસાયણ, અને ખાદ્ય પ્રસંસ્કરણ સહિત અલગ અલગ ક્ષેત્રોમાં કાર્યરત છે. વાડિયા ગ્રુપની ચાર કંપનીઓ ભારતીય સ્ટોક એક્સચેન્જોમાં લિસ્ટ છે. જેમાં બ્રિટાનિયા (એફએમસીજી), બોમ્બે બર્મા, બોમ્બે ડાઈંગ અને એનપીએલ (હાઈડ્રોજન પેરોક્સાઈડ પ્રોડ્યુસર) સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે