ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે હચમચાવી દેતી ખબર, રત્ન કલાકારોના સંતાનોને ભણવાના ફાંફા

Recession In Diamond Industry : હીરા ઉદ્યોગમાં વ્યાપેલી ભારે મંદીને લઈ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરાઈ... ડાયમંડ વર્કર યુનિયન દ્વારા નાણાં મંત્રીને શિક્ષણ મંત્રીને રજૂઆત... નાણાં મંત્રીને વ્યવસાય વેરો નાબૂદ કરવા રજૂઆત... હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કારીગરોને થયું છે વ્યાપક નુકસાન... શિક્ષણ મંત્રીને રત્નકલાકારોના બાળકોની ફી માફ કરવા માટે પણ કરી રજૂઆત... રત્નકલાકારો માટેના કલ્યાણ બોર્ડની રચના કરવા મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત માટે માંગ્યો સમય

Trending Photos

ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે હચમચાવી દેતી ખબર, રત્ન કલાકારોના સંતાનોને ભણવાના ફાંફા

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત, જેને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં હાલ હીરાની મંદીના કારણે દિવાળી વેકેશન પછી અનેક કારખાનાઓ અને ફેક્ટરીઓ શરૂ થઈ નથી. તેની સીધી અસર હવે બાળકોના ભણતર પર પડી રહી છે. વરાછા ઝોનમાં, જ્યાં હજારો હીરાના કારખાના અને ફેક્ટરીઓ આવેલી છે અને લાખો રત્નકલાકારો વસે છે. ત્યાંની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાંથી 603 જેટલા બાળકોએ ફોર્મલ રીતે એડમિશન છોડી દીધું છે.હાલ 70 ફેક્ટરી બંધ હાલતમાં જોવા મળી રહી છે. 30 ટકા ફેક્ટરીઓમાં કારીગરો માત્ર બે કલાક જ કામ કરી શકી રહ્યા છે

રત્ન કલાકારો ઘર ખાલી કરી વતન તરફ જવા રવાના 
આ સ્થિતિનું મુખ્ય કારણ હીરા ઉદ્યોગમાં મંદી હોવાનું માનવામાં આવે છે. સમગ્ર વિશ્વના 100માંથી 90 હીરાના કટીંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. પરંતુ યુક્રેન-રશિયા યુદ્ધ અને એક પછી એક આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને કારણે હીરા ઉદ્યોગમાં મંદી છે. આ વખતે દિવાળી વેકેશન લંબાયું હતું, અને વેકેશન પછી પણ મોટાભાગની ડાયમંડ ફેક્ટરીઓ અને કારખાનાઓ ચાલુ થઈ નથી.આ પરિસ્થિતિને કારણે લાખો રત્નકલાકારોના આજીવિકા ઉપર પણ આંચકો આવ્યો છે. વરાછા ઝોનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં રત્નકલાકારોના બાળકો મોટી સંખ્યામાં ભણતા હોય છે. હવે, આ બધી શાળાઓમાંથી 603 બાળકોએ ફોર્મલ રીતે એલસી લીધી છે. શહેરના અને સોસાયટીઓમાંથી રત્ન કલાકારો ભાડાનું ઘર ખાલી કરીને વતન તરફ આવવાના થઈ ગયા છે.

આ 10 શાળામાંથી સૌથી વધુ બાળકોએ લીધી એલસી

  • શાળા 301: 36
  • શાળા 300: 34
  • શાળા 90: 32
  • શાળા 143: 30
  • શાળા 96: 28
  • શાળા 136: 27
  • શાળા 379: 27
  • શાળા 86: 20
  • શાળા 87: 19
  • શાળા 94: 19

શિક્ષણ સમિતિની દ્વારા નિવેદન
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે, વરાછા ઝોનમાં શિક્ષણ સમિતિની કુલ 50 જેટલી શાળાઓ આવેલી છે. અને ત્યાં મુખ્યત્વે રત્નકલાકારના બાળકો એડમિશન લઈને ભણતા હોય છે. આ 50 શાળાઓમાંથી 603 વિદ્યાર્થીઓએ પોતાનું એલસી લઈને શાળાઓ છોડી દીધી છે. હવે આ વિદ્યાર્થીઓ શાળાઓમાંથી એલસી કેમ લઈ ગયા છે. તે અંગે અમારે આગામી દિવસોમાં તપાસ કરીને રિપોર્ટ મંગાવવાનો છે.

રત્નકલાકાર વાલીઓ પોતાના બાળકોના એલસી લઈ ગયા 
તેઓએ વધુમાં જણાવ્યું કે, મને એવું લાગે છે કે હીરામાં આવેલી મંદીના કારણે રત્નકલાકાર વાલીઓ પોતાના બાળકોના એલસી લઈ ગયા હશે. એમના વતનમાં કારખાના કે આજુબાજુના ધંધા પણ મંદીનો સામનો કરી રહ્યા હોય તે કારણે પણ આ રીતે વિદ્યાર્થીઓએ શાળાઓ છોડી હશે. હાલ જે રેકોર્ડ મળે છે તે દિવાળી વેકેશન પછીનો છે. અમે તપાસ કરીને આ વિદ્યાર્થીઓએ શાળા કેમ છોડી છે તેની વિગત મંગાવીશું. સાથે જ, જે વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર કે આજુબાજુના વિસ્તારોમાં ગયા હોય ત્યાં તેમની એડમિશન પ્રક્રિયાની પણ તપાસ કરીશું. મુજબ, તેમને ભણતરમાં ખલેલ ન પડે તે માટે પ્રભાવશાળી પગલાં લઈશું.

સુરત જીજેપીસી ના પૂર્વ ચેરમેન અને હીરો ઉદ્યોગકાર દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે હાલમાં હીરા ઉદ્યોગમાં વૈશ્વિક મંદિ ચાલી રહી છે અને ખાસ કરીને રત્ન કલાકારોની હાલત પણ કફોડી છે જે રીતે બે દિવસ પહેલા જાણકારી મળી છે તે મુજબ વરાછા ઝોનમાંથી 603 જેટલા વિદ્યાર્થીઓએ એલસી લઇ રત્ન કલાકારો માદરે વતન તરફ જતા રહ્યા છે. જે રત્ન કલાકારો દર ₹35,000 કમાતા હતા તે સીધા 15,000 કમાવવા લાગ્યા છે ક્યાંક ને ક્યાંક તેમની આવક ઓછી થઈ છે. હીરા ઉદ્યોગકારોને હાલ અપીલ છે કે રત્ન કલાકારોને સાચવે નહિ તો, રત્ન કલાકારો એક વખત પોતાના વતન તરફ જતા રહેશે તો જ્યારે તેજી હશે ત્યારે આપ ગાડી, વિમાન મોકલશો તોય પણ તેઓ પરત નહીં ફરશે.

શહેરના ગાયત્રી ઇન્ડસ્ટ્રીયલમાં જોઈ શકાય છે કે અનેક હીરા ઉદ્યોગ એકમોને તાળા લાગી ગયા છે. એક સમયે દરેક હીરા એકમો વેપારી રત્ન કલાકારો થી ઉભરાતું હતું. હાલ ડાયમંડ ઉદ્યોગકારોનું માનીએ તો 70% જેટલા એકમો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે 30 ટકા જેટલા જ ડાયમંડ એક શરૂ દેખાઈ રહ્યા છે. પરંતુ આ એકમોમાં રત્ન કલાકારોની સંખ્યા ઘટી છે. એનું કારણ મંદી છે. એક સમયે હીરા કારખાનામાં રત્ન કલાકારો કામ કરતે નજરે પડતા હતા. હાલ કારખાનામાં એકલદોકલ કારીગરો જ કામ કરતા જોવા મળી રહ્યા છે. હીરા ઉદ્યોગમાં મંદી ના લીધે રત્ન કલાકારોની આર્થીક પરિસ્થિતિ નબળી બની છે. અનેક રત્ન કલાકારો પોતાના બાળકોનું શિક્ષણ પણ કરી શકતા નથી સાથે ઘર ચલાવવાનું મુશ્કેલ બની ગયું છે.હાલ રત્ન કલાકારો સરકાર પાસે આર્થિક પેકેજ જાહેર કરવા માંગ કરી રહ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news