સુરત: ફેસબુકમાં મિત્રતા કેળવાઇ અને હોટલમાં મળવાનું નક્કી અને પછી...

અડાજણ વિસ્તારની એક મહિલાને ફેસબુકના માધ્યમથી અમદાવાદનાં એક યુવાન સાથે મિત્રતા થઇ હતી. બંન્ને વચ્ચે ધનિષ્ટ મિત્રતા બાદ સંબંધો બંધાયા હતા. ત્યાર બાદ મહિલાએ યુવાન વિરુદ્ધ લગ્નની લાલચ આપી પોતાની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે. 
સુરત: ફેસબુકમાં મિત્રતા કેળવાઇ અને હોટલમાં મળવાનું નક્કી અને પછી...

સુરત : અડાજણ વિસ્તારની એક મહિલાને ફેસબુકના માધ્યમથી અમદાવાદનાં એક યુવાન સાથે મિત્રતા થઇ હતી. બંન્ને વચ્ચે ધનિષ્ટ મિત્રતા બાદ સંબંધો બંધાયા હતા. ત્યાર બાદ મહિલાએ યુવાન વિરુદ્ધ લગ્નની લાલચ આપી પોતાની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે. 

શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી અને બે બાળકોની માં તેવી મહિલાએ અમદાવાદના પાલડી વાસણાના નેતા રેસ્ટોરન્ટ નજીક સુષ્મિતા એપાર્ટમેન્ટમાં રહેતા અધ્યાય પ્રવીણ ભાઇ સોની સાથે ફેસબુકમાં મિત્રતા બંધાઇ હતી. ત્યાર બાદ ધીરે ધીરે બંન્ને વચ્ચે સંબંધો ગાઢ થયા હતા. સોની પણ બે છોકરાના પિતા હતા અને પોતાનાં મિત્રને મહિલા સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. મહિલા પણ લગ્ન માટે તૈયાર થઇ હતી. જુન મહિનામાં અધ્યાય સોની અમદાવાદથી મહિલાને મળવા માટે સુરત આવ્યો અને એક હોટલમાં રૂમ ભાડે લીધો હતો.

અહીં બંન્ને વચ્ચે સંબંધો બંધાયા હતા. અધ્યાયે બંન્નેની અંગત પળના વીડિયો અને તસ્વીરો પણ લીધી હતી. આ ફોટાની માહિતી અધ્યાયની પત્નીને થતા તેણે સુરતની મહિલાના પતિને તમામ તસ્વીરો મોકલી આપી હતી. જેથી પતિએ સુરતની મહિલાને કાઢી મુકી હતી. આ બનાવ સંદર્ભે ખટોદરા પોલી મથકે બે છોકરાની માતાએ અમદાવાદના અધ્યાય સોની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news