Rakshabandhan પર સસ્તા થયા Samsungના આ ત્રણ મોબાઇલ ફોન, મળી રહ્યું છે કેસબેક

Samsung Indiaએ રક્ષાબંધનના ખાસ તહેવાર પર તેના ત્રણ મોબાઇલ્સની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ સાથે જ તેના પર કેસ બેકની ઓફર મળી રહી છે. આ તમામ ફોન 6 જીબી અને 8 જીબી રેમ વેરિએન્ટની સાથે ઉપલબ્ધ છે.
Rakshabandhan પર સસ્તા થયા Samsungના આ ત્રણ મોબાઇલ ફોન, મળી રહ્યું છે કેસબેક

નવી દિલ્હી: Samsung Indiaએ રક્ષાબંધનના ખાસ તહેવાર પર તેના ત્રણ મોબાઇલ્સની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ સાથે જ તેના પર કેસ બેકની ઓફર મળી રહી છે. આ તમામ ફોન 6 જીબી અને 8 જીબી રેમ વેરિએન્ટની સાથે ઉપલબ્ધ છે.

આટલા રૂપિયાનો ઘટાડો અને કેસબેક
આ ઓફર અંતર્ગત સેમસંગ ગેલેક્સી એ71ના 2000 રૂપિયાના ઘટાડા સાથે 30,999 રૂપિયામાં, ગેલેક્સી એ51 (8GB)ના 25,999 રૂપિયા અને ગેલેક્સી એ51 (6GB)ના 23,999 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે આ મોબાઇલની વાસ્તવિક કિંમતો ક્રમશ: 30,999 રૂપિયા, 25,999 રૂપિયા અને 25,250 રૂપિયા છે. આ ઉપરાંત જો તમે એચડીએપસી અને એસબીઆઇ કાર્ડથી પેમેન્ટ કરે છે તો વધારના 2500 રૂપિયાનું કેસબેક મળશે.

ઘર પર જ મળશે ડેમો
સેમસંગ જે ડિવાઇસનું હોમ ડેમો આપશે તેમાં સ્માર્ટફોન, ટેબલેટ્સ અને વિયરેબલ્સ સામેલ થશે. આ ડેમો માટે લોકોને સેમસંગ ઇન્ડિયાની Official Website પર જઇ બુકિંગ કરાવવું પડશે. જો ડેમો બાદ કોઇ ડિવાઇસ પસંદ આવે છે તો બાદમાં તેને ઓનલાઇન ખરીદી શકે છે. ખરીદેલા ડિવાઇસની ડિલીવરી પણ નજીકના સ્ટોર પરથી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news