સુરત : વહેલી સવારે શાળાએ જવા નીકળેલા વિદ્યાર્થીઓને સિટી બસે કચડ્યા, 3ના ઓન ધી સ્પોટ મોત

સુરત (Surat) ના ડિંડોલી વિસ્તારમાં સવાર સવારમાં ચોંકાવનારો તથા દુખદ બનાવ બન્યો છે. ડિંડોલી વિસ્તારમાં આજે સવારે એક સિટી બસે (City Bus) એકસાથે ચાર લોકોને અડફેટે (Accident) લીધા હતા. જેમાંથી ત્રણના મોત નિપજ્યા છે. મૃતકોમાં 2 વિદ્યાર્થીઓ અને એક આધેડ હોવાનું જાણવા મળ્યું છે. બંને વિદ્યાર્થીઓ સ્કૂલ જવા નીકળ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.  

સુરત : વહેલી સવારે શાળાએ જવા નીકળેલા વિદ્યાર્થીઓને સિટી બસે કચડ્યા, 3ના ઓન ધી સ્પોટ મોત

ચેતન પટેલ/સુરત :સુરત (Surat) ના ડિંડોલી વિસ્તારમાં સવાર સવારમાં ચોંકાવનારો તથા દુખદ બનાવ બન્યો છે. ડિંડોલી વિસ્તારમાં આજે સવારે એક સિટી બસે (City Bus) એકસાથે ચાર લોકોને અડફેટે (Accident) લીધા હતા. જેમાંથી ત્રણના મોત નિપજ્યા છે. મૃતકોમાં 2 વિદ્યાર્થીઓ અને એક આધેડ હોવાનું જાણવા મળ્યું છે. બંને વિદ્યાર્થીઓ સ્કૂલ જવા નીકળ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.  

સુરતમાં ફરી એક વાર સિટી બસે ભોગ રાહદારીઓનો ભોગ લીધો છે. ડિંડોલી વિસ્તારમાં ચાર બાળકો સિટી બસની અડફેટે આવ્યા જેમાંથી 3ના ઘટના સ્થળ પર જ મોત થયું છે. સુરતમાં સિટી બસ અને brtsના અકસ્માત સતત વધી રહ્યા છે. જેને લઈને અવાર નવાર કેટલાક લોકોના જીવ પણ ગયા છે. મૂળ મહારાષ્ટ્રના યશવંતભાઈ એજન નામના વ્યક્તિ તેમના પુત્ર અને ભત્રીજા સાથે ડિંડોલી બ્રિજ પરથી પોતાના બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. યશવંતભાઈ પુત્ર તથા ભત્રીજાને સ્કૂલમાં છોડવા માટે જઈ રહ્યા હતા, ત્યારે સિટી બસના ચાલકે બે બાઈકને અડફેટે લીધા હતા. તેમનો પુત્ર ભાવેશ (ઉંમર વર્ષ 8) અને ભત્રીજા ભૂપેન્દ્ર (ઉંમર વર્ષ 12) નું પણ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. યશવંતભાઈ મજૂરીકામ કરીને પોતાનો પરિવાર ચલાવતા હતા, ત્યારે એકસાથે ત્રણના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરિવારે એકસાથે બે માસુમ બાળકો પણ ગુમાવ્યા છે. મૃતક બાળકો નવાગામની નગર પ્રથામિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા, જેઓને તેમના પિતા સ્કૂલ મૂકવા ગયા હતા. આ ઘટનાને પગલે શાળાના શિક્ષકો તથા અધિકારીઓ પણ બાળકોની ઓળખ કરવા માટે પહોંચી ગયા હતા. તો બીજી તરફ, બસે જે અન્ય બાઈકને અડફેટે લીધી હતી, તે વ્યક્તિને અડફેટે લીધી હતી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. 

https://lh3.googleusercontent.com/-51-IbnLwA-I/XdTBGXJvRbI/AAAAAAAAJz0/8fMtgjT6t_0Ta-acbMvRIXXPJN6De_R9QCK8BGAsYHg/s0/Surat_Accident_balak_mot_new_zee.JPG

આ મામલે સુરત પોલીસે જણાવ્યું કે, આ ગંભીર બનાવ બન્યો હોઈ સિટી બસના ડ્રાઈવર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકામાં આ બાબતે અવારનવાર મીટિંગોમાં ચર્ચા થાય છે. સુરત મહાનગરપાલિકાના ડ્રાઈવરોની બેદરકારી અંગે તપાસ કરીશું. આ અંગે અવારનવાર કોર્પોરેશનને જાણ કરાઈ છે. તો બીજી તરફ, મૃતકોના પરિવારજનો દ્વારા ડ્રાઈવર સામે કડક પગલા લેવાની માંગ કરાઈ હતી. તો સુરતમાં સિટી બસના ડ્રાઈવરો દ્વારા સતત વધી રહેલા અકસ્માતોને પગલે પોલીસ અને મહાનગરપાલિકા એકબીજા પર દોષનો ટોપળો ધોળે છે, પરંતુ તેનો ભોગ સામાન્ય લોકો બની રહ્યાં છે. 

ડ્રાઈવર સામે ગુનો નોંધાયો
ડીંડોલી પોલીસે સીટી બસ ચાલક વિરુદ્ધ કલમ 304, 279 મુજબ ગુનો નોંધ્યો છે. તો બીજી તરફ, બેફામ બનેલા ડ્રાઈવર્સ અંગે સિટી લિંક બસના કર્મચારીએ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું કે, સિટી બસ દ્વારા કોઈ અકસ્માત કરાયો નથી. આમ, તેઓએ ટેલિફોનિક વાતચીતમાં કોઈ માહિતી હોવાનો ઈન્કાર કર્યો હતો.

અઠવાડિયા પહેલા જ સુરતના પરબતપાટિયા દ્વારા બીઆરટીએસ બસને અડફેટે લીધો હતો. જેમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. સુરતની સરકારી બસો મોતની સવારી બની છે, તો તેના ડ્રાઈવરો બેફામ બન્યા છે. આ મામલે સુરતવાસીઓ દ્વારા વારંવાર ફરિયાદો કરાયા છે નિંભર તંત્ર દ્વારા કોઈ પગલા લેવાતા નથી. સરકારી બસોના ડ્રાઈવર્સ બેફામ બસ હંકારીને અકસ્માતો સર્જતા હોય છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news