કોઈ બચાવો, મારું બાળક નીચે પડી ગયું... માતાએ પોક મૂકીને રડતા કરુણ દ્રશ્યો સર્જાયા

Surat News : સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિલ્લો આવ્યો સામે... દોઢ વર્ષનું બાળક રમતા રમતા ચોથા માળેથી નીચે પટકાયું... ચોથા માળની ગેલેરીમાંથી નીચે પટકાતા બાળકનું મોત
 

કોઈ બચાવો, મારું બાળક નીચે પડી ગયું... માતાએ પોક મૂકીને રડતા કરુણ દ્રશ્યો સર્જાયા

Child Fall From Building સંદીપ વસાવા/માંગરોળ : સુરત માંગરોળ તાલુકાના નવાપુરા ગામે કરુણ ઘટના સામે આવી હતી. ચોથા માળે ઘરની ગેલેરીમાં એક દોઢ વર્ષનો બાળક રમી રમી રહ્યો હતો, તે દરમિયાન ચોથા માળેથી નીચે પડી જતાં તેઓને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી બાળકનું મોત નિપજ્યું હતું. હાલ કોસંબા પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નવાપરા ગામે કીમ માંડવી સ્ટેટ હાઇવેને અડીને આવેલ એક એપારમેન્ટમાં કરૂણ ઘટના સામે આવી હતી. મૂળ બિહારના અને છેલ્લા બે વર્ષથી પારલે-જી બિસ્કિટની કંપનીમાં કામ કરતા મુકેશ ચૌધરીને સંતાનમાં ત્રણ બાળકો છે. ગત સાંજના સમયે મુકેશ ભાઈની પત્ની ઘરમાં કામ કરી રહ્યા હતા અને તેઓનો દોઢ વર્ષના બાળક સમર ઘરની ગેલેરીમાં રમી રહ્યો હતો. તે દરમિયાન દરમિયાન રમતા રમતા સમર લોખંડની સેફ્ટી ગ્રિલ પર ચડી ગયો હતો અને ચોથા માળેથી નીચે પડી ગયો હતો.

કંઈ નીચે પડ્યું હોવાનો આભાસ બાળકની માતા ગલેરીમાં ગઈ હતી. ત્યાં જઈને જોતા બાળક નીચે પડ્યો હોવાનું નજરે ચડતા જ તેણે દોટ મૂકી હતી. બાળકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. માતા બાળક પાસે પહોંચે તે પહેલાં જ બાળકનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. અને માતાએ મૃતક બાળકને હાથમાં લઈને સતત ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. માતાનું રુદન જોઈને આજુબાજુમાં રહેતા લોકોની આંખો પણ ભીની થઇ ગઈ હતી. ઘટનાની જાણ આજરોજ કોસંબા પોલીસને થતા કોસંબા પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયા હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news