સ્વરૂપવાન યુવતી પર લટ્ટુ બન્યા તો લોચા પડશે! બિલ્ડરને યુવતીનો ફોટો મોકલી મજા માણવાની ઓફર, 30 લાખમાં પડી!
સુરતના પાલનપુર જકાતનાકા પાસેની સોસાયટીમાં રહેતાં બિલ્ડરને એક યુવતી સહિત 4 શખ્સોએ નકલી પોલીસ બની હનીટ્રેપના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 30 લાખનો તોડ કર્યો હતો.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: અડાજણ વિસ્તારમાં બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી નકલી પોલીસ બની રૂપિયા 30 લાખનો તોડ કરનાર ચાર પૈકીના બે આરોપીઓની અડાજણ પોલીસ દ્વારા ધરપકડ કરી તમામ રકમ રિકવર કરવામાં આવી છે.જ્યારે ફરાર અન્ય આરોપીઓની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.અડાજણ પોલીસના હાથે ઝડપાયેલા બે પૈકીનો એક આરોપીની અગાઉ પણ હનીટ્રેપના ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે.જ્યાં આરોપીઓ દ્વારા હમણાં સુધી નકલી પોલીસ બની કેટલા લોકો પાસેથી આ પ્રમાણેની રકમ પડાવી છે તેની વધુ તપાસ અડાજણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ સોસાયટીના એક રો હાઉસના બંગલામાં બિલ્ડર ને બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યા બાદ ચારથી વધુ લોકો દ્વારા નકલી પોલીસ બની ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 30 લાખનો તોડ કરવામાં આવ્યો હતો. હની ટ્રેપ નો ભોગ બનેલા બિલ્ડરે અડજન પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ હતી. બિલ્ડર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ સુશાંત નામના દલાલ દ્વારા બિલ્ડર ના મોબાઈલ નંબરના whatsapp ઉપર યુવતીનો ફોટો મોકલી મજા માણવા માટેની ઓફર આપવામાં આવી હતી.
બિલ્ડર દ્વારા દલાલનો સંપર્ક કરતા પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ સોસાયટીના એક રો- હાઉસના બંગલામાં બોલાવવામાં આવ્યો હતો.. જ્યાં પહેલાથી આ બંગલામાં એક યુવતી હાજર હતી.બંગલામાં પ્રવેશ કરતાની સાથે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દેવામાં આવ્યો હતો.જે બાદ નકલી પોલીસ બની આવેલા અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી, સુશાંત નામક વ્યક્તિ સહિત ચાર લોકો નકલી પોલીસ બની હાથમાં લાકડી લઈ ઘસી આવ્યા હતા. તમે છોકરી રાખી ખોટા ધંધા કરો છો કહી ખોટા કેસમાં ફસાવી દેવાની બિલ્ડરને ધમકી આપી હતી.
ઉપરાંત બિલ્ડર પાસેથી કેસ ન કરવા પેટે અને અડાજણ પોલીસ મથકના પીઆઇ ના નામે દમ મારી રૂપિયા 30 લાખનો તોડ કરી લીધો હતો. બિલ્ડરની ફરિયાદના આધારે અડાજણ પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.હનીટ્રેપના ગુનાની તપાસ કરી રહેલી અડાજણ પોલીસે ગુનામાં શામેલ આરોપી અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી અને શુશાંત નામના શખ્સને ઝડપી પાડ્યા હતા.જે આરોપીઓ પાસેથી પોલીસે 30 લાખ રૂપિયા જેટલી રકમ પણ રિકવર કરી હતી.
જે બંને આરોપીઓની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.જ્યારે ગુનામાં ફરાર અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી છે.આરોપીઓ દ્વારા હમણાં સુધી આ પ્રકારે કેટલા લોકોને હનીટ્રેપમાં ફસાવી રકમ પડાવવામાં આવી છે,તેની વધુ તપાસ અડાજણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે