સુરતની ગલીઓ ચાર પગનો આતંક, સુરતીઓને ઘરની બહાર નીકળવાનો લાગી રહ્યો છે ડર! શેરીઓના શ્વાન બન્યા હિંસક

Surat Street Dog Attack :  સુરત શહેર સ્માર્ટ, સ્વચ્છ, ટેક્સટાઇલ, ડાયમંડ સિટીની સાથે હવે શ્વાન અટેક સિટી બની. એક વર્ષમાં 19 હજારથી વધુ કેસ, 3 બાળકો સહિત 4 ના મોત, છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેતું નથી

સુરતની ગલીઓ ચાર પગનો આતંક, સુરતીઓને ઘરની બહાર નીકળવાનો લાગી રહ્યો છે ડર! શેરીઓના શ્વાન બન્યા હિંસક

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત શહેર સ્માર્ટ સિટી, સ્વચ્છ સિટી ટેક્સટાઇલ, ડાયમંડ સિટી તરીકે તો ઓળખાય છે. પરંતુ હવે સુરત શહેર શ્વાન સીટીના નામથી પણ ઓળખાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. શહેરમાં 2023-24 ના વર્ષમાં ૧૯૮૯૮ લોકો રખડતા શ્વાનના શિકાર બન્યા છે. 3 બાળકો સહિત 4 લોકો મોતને ભેટ્યા છે. 

સુરત મહાનગરપાલિકા રસીકરણ ખસીકરન પાછળ કરોડો રૂપિયાનું ખર્ચ કરી કામગીરી કરવાના દાવા કરવી હોય છે. પરંતુ શહેરમાં બની રહેલા શ્વાનમાં હુમલાના આંકડા સુરત મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી રહી છે. શહેરમાં કેટલાક સમયથી ઘર પાસે રમતા નાના બાળકો હોય કે વાહનો પર જતા લોકો દરેક વ્યક્તિમાં આ રખડતા શ્વાનનો ડર સતાવી રહ્યો છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનના હુમલોના લોકો શિકાર બની રહ્યા છે. ત્યારે ખાસ કરીને નાના બાળકો પર શ્વાનના હુમલો વધુ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં રખડતા શ્વાનને અત્યાર સુધીમાં ચાર લોકોના જીવ પણ લીધા છે તેમાં ત્રણ નાના બાળકો છે. 

વાત કરીએ સિવિલ હોસ્પિટલની સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૩- ૨૪ માં ૧૨૨૫૧ લોકોને શ્વાન કરડ્યા હોવાના કેસો નોધાયા છે. રખડતા શ્વાનના શિકાર બનેલા ૩૯૨૦૯ લોકોએ સિવિલ હોસ્પિટલમાં રસી મુકાઈ છે. 

  • જાન્યુઆરી-૧૨૦૫
  • ફેબ્રુઆરી-૯૯૦
  • માર્ચ -૧૦૬૨
  • એપ્રિલ-૧૦૩૧
  • મે-૯૭૬
  • જુન-૭૯૬
  • જુલાઈ-૬૯૨
  • ઓગસ્ટ -૭૩૫
  • સપ્ટેમ્બર-૭૬૧
  • ઓક્ટોબર-૮૭૫
  • નવેમ્બર-૧૦૧૦
  • ડિસેમ્બર-૧૦૩૩
  • જાન્યુઆરી (૨૦૨૪)-૧૦૮૫

આ રહી વાત સિવિલ હોસ્પિટલની વાત કરીએ સ્મીનેર હોસ્પિટલમાં નોંધાયેલા શ્વાનના હુમલાઓના નોંધાયેલા આંકડાઓની. પરંતુ સુરતની સ્મીમેર હોસ્પિટલ માં વર્ષ ૨૦૨૩- ૨૪ માં ૭૬૪૭ લોકોને શ્વાન કરડ્યા હોવાના કેસો નોંધાયા છે.

  • જાન્યુઆરી-૭૦૯
  • ફેબ્રુઆરી-૬૩૭
  • માર્ચ -૮૪૪
  • એપ્રિલ-૭૫૯
  • મે-૬૭૫
  • જુન-૫૭૩
  • જુલાઈ-૫૨૩
  • ઓગસ્ટ -૫૭૦
  • સપ્ટેમ્બર-૫૨૯
  • ઓક્ટોબર-૫૬૯
  • નવેમ્બર-૫૬૩
  • ડિસેમ્બર-૬૪૬

સુરત શહેરમાં 2023-24 ના વર્ષમાં ૧૯૮૯૮ લોકો રખડતા શ્વાનના શિકાર બન્યા છે. ચાર જેટલા લોકોના મોત નિપજ્યા છે, તેમાં ખાસ કરીને ત્રણ નાના બાળકો મોતને ભેટ્યા છે. હવે વાત કરીએ રખડતા શ્વાન હૂમલોથી મૃત્યુ પામેલા લોકોની તેમાં બાળકો સૌથી વધુ ભોગ બન્યાં છે.  

કિસ્સો-1
તો 19 ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ શહેરના ખજોદમાં બે વર્ષની બાળકીને શરીરમાં માથાના ભાગ સહિત 50 જેટલા બચકાં ભરી લેવાની ઘટનામાં તેનું મોત નીપજ્યું હતું બાળકી ઘર પાસે રમી રહી હતી એ બાકી ઉપર રખડતા શ્વાનોએ અટેક કર્યો હતો. 

કિસ્સો-2
ફેબ્રુઆરી મહિનામાં જ રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો આવ્યો હતો. ભેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાનના ઝૂંડે 5 વર્ષના બાળકને બચકાં ભરી લેતા બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા બાળકનું મોત થયું હતું. પરિવારના એકના એક દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. 

કિસ્સો-3
માર્ચ મહિનામાં સુરતના 28 વર્ષીય યુવકને શ્વાને બચકા ભરતા યુવક મોતને ભેટ્યો છે. જાણકારી મુજબ સુરતના ચોક ખાતે રહેતા 28 વર્ષના રાજન નામના યુવકને શ્વાને બાચકા ભર્યા હતા.શ્વાને રાજનને એક મહિનામાં બે વાર બચકા ભર્યા હતા. જે બાદ યુવક સતત બિમાર રહેતો હતો

કિસ્સો-4
જ્યારે જાન્યુઆરી 2024 ના વર્ષમાં પણ રખડતાં શ્વાનના અટેકથી એક બાળકીનું મોતનું નિપજ્યું છે. પાંડેસરા ખાતે આવેલ સિદ્ધાર્થ નગરમાં ઘર પાસે રમી રહેલી બાળકી રમતા રમતા ભેંસના તબેલા સુધી પહોંચી ગઈ હતી.બાળકી પર ૮થી વધુ શ્વાનનોએ બાળકી ઉપર અટેક કર્યો હતો. બાળકીના ગડા,હાથ અને પેટના ભાગે બાળકીને ફાડી નાખતા બાળકીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.

કિસ્સો-5
મોતના આંકડાઓની સાથે નાના બાળકો ગંભીર રીતે પણ ઘાયલ થયેલા છે.ભટાર વિસ્તારમાં શાળાએ જતા બાળક પર શ્વાનને અટેક કરતાં બાળકનો  માથા ભાગને ફાડી નાખ્યો હતો ગંભીર રીતે ગાયેલ થયેલ બાળકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. બીજી બાજુ વરાછાની બે વર્ષની બાળકી ઉપર શ્વાને હુમલો કરતા બાળકની આંખ ફાડી નાખી હતી. જેથી બાળકી એ પોતાની આંખ ગુમાવી છે. 

સુરત શહેરમાં દિન પ્રતિ દિન શાળાએ જતા બાળકો હોય કે રાહદારીઓ ઉપર રખડતા શ્વાનોના હુમલા  સતત વધી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં રોજિંદા રખડતા હૂમલાઓથી ભોગ બનેલા લોકો સારવાર લેવા આવી રહ્યા છે. લોકો માત્રને માત્ર સુરત મહાનગરપાલિકા જોડે આ રખડતા શ્વાનથી છુટકારો માંગી રહ્યા છે. પરંતુ મહાનગરપાલિકા જ્યાં રખડતા શ્વાનના ગંભીર કિસ્સાઓ બનતા હોય છે. ત્યાં રખડતા શ્વાનને પકડવા ટીમ મોકલી દેવામાં આવે છે. અને થોડા દિવસ પૂરતી જ આ કામગીરી બતાવવામાં આવતી હોય છે. અને ફરી સુરત મહાનગરપાલિકા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતી હોય ત્યારબાદ જ કાર્યવાહી કરવા નીકળે છે. જ્યારે શહેરીજનોની માંગ છે એક કાયમી માટે આ રખડતાં સ્વાન માંથી તેઓને મુક્તિ આપવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news