ફ્લેમિંગોએ ગુજરાતમાં બદલ્યું શહેર, હવે આ સિટીમાં જોવા મળે છે હજારોની સંખ્યામાં પક્ષી

Flamingo City Of Gujarat : કચ્છ બાદ હવે સુરત શહેર સુંદર યાયાવર ફ્લેમિંગો પક્ષીનું રહેઠાણ બન્યું છે, તેમાં પણ 2000 વિદેશી ફ્લેમિંગો સૂર્યપુત્રી તાપી નદીના કિનારે જાણે સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે 

ફ્લેમિંગોએ ગુજરાતમાં બદલ્યું શહેર, હવે આ સિટીમાં જોવા મળે છે હજારોની સંખ્યામાં પક્ષી

Migrated Birds સુરત: ડાયમં સિટી, સિલ્ક સિટી હવે ફ્લેમિંગો સિટી બનવા જઈ રહ્યું છે. આમ તો ફ્લેમિંગો એટલે સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. જે મોટાભાગે ખંભાત અને કચ્છ વિસ્તારમાં જોવા મળતા હોય છે. પરંતુ ફ્લેમિંગોની સંખ્યા છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં સતત વધી રહી છે. ગુજરાત અન્ય જિલ્લાઓમાં ફ્લેમિંગો ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે .પરંતુ આ વર્ષે સુરતમાં ફ્લેમિંગોની સંખ્યા 2000 થઈ ગઈ છે

સુરતમાં મહેમાન બનીને આવ્યા ફ્લેમિંગો
તાપી નદી અને અરબ સાગરના સંગમ સ્થળે હાલ ઉનાળાના સીઝનમાં હજારોની સંખ્યામાં રાજ્ય પક્ષી ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે. આમ તો વિદેશી પક્ષી ફ્લેમિંગો સુરતને બાયપાસ કરીને જતાં રહેતાં હોય છે. પરંતુ આ વર્ષે હજારોની સંખ્યામાં ફ્લેમિંગો સુરત તાપી નદી કિનારે જોવા મળી રહ્યા છે. છેલ્લા 7-8 વર્ષથી તેઓ સુરતના મહેમાન બનીને આવી રહ્યા છે. દર વર્ષે તેમની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. 

તાપીમાં ઉભા રહેતા ફ્લેમિંગોનો અનોખો નજારો 
સુરતમાં જે ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે તે અમેરિકાની ચાર સ્પીસીસ માંથી એક છે. તે એક પગે ઊભું રહે છે અને તેનો બીજો પગ વાળેલો રાખે છે. ગુલાબી રંગના ફ્લેમિંગો ને સુરતની સૂર્યપુત્રી તાપી નદીના કિનારે જોઈ એમ લાગે છે કે જાણે એ સૂર્ય નમસ્કાર કરે છે. પક્ષીઓના જાણકાર દર્શન દેસાઈના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ વર્ષથી ફ્લેમિંગો સુરતમાં આવી રહ્યા છે. ગ્રેટર ફ્લેમિંગોની મોટી વસાહત અને બ્રીડિંગ સાઇટ તરીકે હવે સુરત સિટી જોવા મળી રહ્યું છે. સુરતની ફ્લેમિંગો સિટીમાં પ્રભાવક માત્રામાં બ્રીડિંગ થઈ રહ્યું છે. આમ તો ફ્લેમિંગો એટલે કે સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. વર્ષોથી ખંભાત કચ્છ સુધી તેઓ આવ જાવ કરતા હોય છે. વર્ષો પહેલા તેમની સંખ્યા હજારોમાં હતી. પાછલા અમુક વર્ષો કરતા હાલ સુરત ખાતે ફ્લેમિંગોની સંખ્યા વધી છે. ઉતરાયણમાં પણ ચાર જેટલા ફ્લેમિંગો ઇજાગ્રસ્ત મળી આવ્યા હતા. હાલ 1500થી 2000 જેટલા ફ્લેમિંગો તાપી અને દરિયાના ઉપપ્રદેશમાં જોવા મળી રહ્યા છે. 

સામાન્ય રીતે ફ્લેમિંગો જ્યાં મીઠું અને ખારો પાણી ભેગો થાય જ્યાં છીછરું પાણી હોય, અડધું ખારું અને અડધું મીઠું, જ્યાં અમુક પ્રકારની લીલ અને વનસ્પતિ હોય છે તે તેમની પર જીવતું પક્ષી છે. છીછરા પાણીમાં તેઓ લીલ ખાઈને જીવે છે.આ લોકો ઓછા પાણીમાં જ્યાં પણ આવું હોય ત્યાં અગાડી તેઓ આવતા હોય છે. સુરખાબની વિશેષતા હોય છે કે તે સામાન્ય રીતે મેટિંગ ગ્રુપ હોય કે જે લોકો પ્રજનન કરતા હોય તે પક્ષીઓનું ગ્રુપ આખું અલગ હોય જાય અને બીજા બચ્ચાઓ કે અન્ય પક્ષીઓનું ગ્રુપ આખું અલગ હોય છે. સામાન્ય રીતે આવા બે પ્રકારના ગ્રુપ જોવા મળતા હોય છે. જે મેટિંગ ગ્રુપ હોય છે તેમનો કલર એકદમ ગુલાબી અને લાલ જોવા મળે છે. આ વખતે સુરતમાં બંને પ્રકારના ગ્રુપ જોવા મળ્યા છે. 

પક્ષી વિશેષજ્ઞએ કહ્યું કે, આમ તો અમે અનુમાન સામાન્ય રીતે ન લગાવી શકીએ પરંતુ કચ્છ બાજુ જે એમનું બીજું સ્થળ છે ત્યાં પાણી અથવા તો સંજોગો બદલાયા હોય તો તેઓ અહીં વધુ રહી જાય અથવા તો વધુ પ્રમાણમાં આવતા હોય. અથવા તો હવામાનમાં મોટો ફેરફાર જોવા મળે અથવા તો ડીલે થાય તો એમના પ્રમાણે તેમનો બિહેવીયર જોવા મળે છે. સુરખાબ એકદમ જેન્ટલ અને સુંદર પક્ષી છે. ઉત્તરયણમાં આ વખતે ત્રણથી ચાર જેટલા ઇજાગ્રસ્ત પણ થયા હતા એમાંથી અમે બે થી ત્રણને બચાવી પણ શક્યા છે. બાકી બે ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થવાથી મોત નીપજ્યું હતું. જો આપણા ગુજરાતનું રાજ્ય પક્ષી હોય તો ખાસ આપણે નોંધ લેવી જોઈએ આપણા રહેણી કરણી તેમને નુકસાન ન થાય તે માટે ખાસ કાળજી લેવી જોઈએ. જ્યારે તાપી નદી કિનારે આટલી મોટી સંખ્યામાં સુરખાબ આવે તો એ ખૂબ જ ગર્વની બાબત છે. આટલી મોટી સંખ્યામાં સુરખાબ આવતા હોય તે અન્ય જિલ્લા નથી જેથી સુરત માટે મોટી બાબત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news